Sat,16 November 2024,3:35 pm
Print
header

ED ની મોટી કાર્યવાહી, વડોદરા કેમરોક બેંક ફ્રોડ લોન કેસમાં કલ્પેશ પટેલની રૂ.57.23 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી- Gujarat Post

1400 કરોડ રૂપિયાનું બેંક લોન ફ્રોડ, આરોપી સામે કાર્યવાહી 

વડોદરાઃ અલગ અલગ બેંકોમાંથી અંદાજે 1400 કરોડ રૂપિયાની લોન લઇને બેંકોને ચૂનો લગાવવાના કેસમાં ઇડી (Enforcement Directorate) એ મોટી કાર્યવાહી કરી છે, વડોદરાની પ્રસિદ્ધ કંપની કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ લિમિટેડ ( Kemrock Industries and Exports Ltd ના જે તે સમયના ડિરેક્ટર કલ્પેશ પટેલ સામે કેસ ચાલી રહ્યો છે, જેમાં ઇડીએ આરોપીની 57.23 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે.

કલ્પેશ પટેલ સહિત કંપનીના અન્ય ડિરેક્ટરોએ આંધ્રાબેંક, અલ્હાબાદ બેંક, આઇસીઆઇસીઆઇ સહિતની બેંકોમાંથી અંદાજે 1400 કરોડ રૂપિયાની લોન લઇને કરોડો રૂપિયાનું ફ્રોડ કર્યું હતુ, બેંકોની લોનની રકમ પાછી ન આપીને કંપનીએ મોટું નુકસાન કર્યાંનું બતાવ્યું હતુ, પરંતુ આરોપીઓએ બેંકમાંથી લીધેલા રૂપિયા અન્ય જગ્યાએ ઇન્વેસ્ટ કર્યાંનું સામે આવ્યું હતુ. બાદમાં કેમરોક કંપની વેચાઇ ગઇ હતી હાલમાં કલ્પેશ પટેલ સહિતના આરોપીઓ સામે તપાસ ચાલી રહી છે.

નોંધનિય છે કે આ લોન ફ્રોડ કેસમાં બેંકોની ફરિયાદ બાદ સીઆઇડી ક્રાઇમ ઇકોનોમી સેલે કલ્પેશ પટેલ, તેના પત્ની બિનિતા પટેલ સહિતના કંપનીના ડિરેક્ટરો સામે ફરિયાદ દાખલ કરી હતી, બાદમાં ઇડીએ મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch