Thu,14 November 2024,12:25 pm
Print
header

પૂર્વ કલેક્ટર લાંગાએ કરોડો રૂપિયાની જમીન વસાવી હોવાનો ઘટસ્ફોટ, કોંગ્રેસ નેતા સાથે રાઈસ મિલમાં ભાગીદારી કરી - Gujarat Post

લાંગાને કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યાં

ફાર્મ હાઉસ સહિતની સંપત્તિની વિગતો આવી બહાર

ગાંધીનગરઃ પૂર્વ કલેકટર એસ કે લાંગાની ધરપકડ બાદ રેન્જ આઈજી અભય ચૂડાસમાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતુ કે પૂર્વ કલેકટર એસ કે લાંગા અનેક એકર જમીન, જૂનાગઢ અમદાવાદમાં બંગલાઓ, બોગસ ખેડૂત હોવાનું પણ ખુલ્યું છે. લાંગાના કૌભાંડો બાદ હવે તેના રાજકીય કનેકશન સામે આવી રહ્યાં છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે લાંગાની જે રાઇસ મિલમાં ભાગીદાર છે તે રાઇસ મિલ કોંગ્રેસના નેતા બળવંત ગઢવીની છે. બળવંત ગઢવી ડિસેમ્બર 2022માં કોંગ્રેસની ટિકિટ પર અમદાવાદ વટવા વિધાનસભાથી ચૂંટણી લડ્યાં હતા. લાંગાએ બળવંત ગઢવી સાથે રાઇસ મિલમાં નાણાંકીય રોકાણ કરીને ભાગીદારી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હવે આ રાજકીય આગેવાન પણ લાંગા સાથેની ભાગીદારીને કારણે પોલીસના તપાસના દાયરામાં આવ્યાં છે અને જમીન પ્રકરણમાં પણ તેમની સંડોવણીની આશંકાના પગલે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

લાંગાને જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચાર કેસમાં સાણસામાં લેવાયાં છે. એસ કે લાંગા પાંજરાપોળની જમીનનું એનએ કૌભાંડ અને અપ્રમાણસર મિલકતના કેસમાં સાણસામાં આવ્યાં છે. લાંગા માઉન્ટ આબુમાં બંગલામાં છુપાયા હોવાની બાતમી મળતા એસઆઇટીના પોલીસ અધિકારી, કર્મચારીઓની ટીમ ત્યાં પહોંચી હતી અને બંગલામાં લાંગા છે કે નહીં તેની ચકાસણી કરવા માટે 13 કલાક સુધી બંગલાની બહાર બેસી રહી હતી. લાંગા બંગલામાં ન હોય અને પોલીસ આવી હતી એવો ખ્યાલ આવે તો ફરાર થઇ જાય તેવી શક્યતા હોવાથી આખરે પોલીસ વીજ કર્મચારી હોવાનું કહીને બંગલામાં પ્રવેશી હતી. દરમિયાન લાંગા બંગલામાં હાજર મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.  

લાંગા આબુમાં જે બંગલામાં રોકાયા હતા તે બંગલો કોંગ્રેસના પૂર્વ સાંસદ દિવંગત બી. કે. ગઢવીનો હોવાનું ખૂલ્યું છે. લાંગા પોતે પણ ગઢવી સમાજના હોવાથી પારિવારિક સંબંધોને કારણે આ બંગલો પોલીસથી છુપાવવા માટે મેળવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ કેસમાં હજુ અન્ય અધિકારીઓ પર સકંજો કસાઇ શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch