Sun,07 July 2024,6:38 am
Print
header

Fact Check: વર્લ્ડ ચેમ્પિયન બન્યાં બાદ ધોનીએ ફોન કરીને રોહિતને નથી પાઠવી શુભકામનાઓ, સોશિયલ મીડિયામાં વાઇરલ પોસ્ટનું આ છે સત્ય

(વાયરલ વીડિયોનો સ્ક્રીનશોટ)

Gujarat Post Fact Check News: ICC T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ (T20 world cup final 2024) મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને (India beat south Africa by 7 runs) હરાવીને ટાઈટલ જીત્યું હતું. જે બાદ સોશિયલ મીડિયા (social media) પર એક વીડિયો વાયરલ (viral video) થઈ રહ્યો છે, જેમાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) અને રોહિત શર્મા (Rohit Sharma) વીડિયો કોલ દ્વારા વાત કરતા જોવા મળી રહ્યાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટી20 વર્લ્ડકપ 2024 જીત્યા બાદ ધોનીએ વીડિયો કોલ દ્વારા રોહિત શર્માને અભિનંદન પાઠવ્યાં હતા.

અમારા ફેક્ટ ચેકમાં વાયરલ દાવો ભ્રામક હોવાનું સામે આવ્યું છે. વાયરલ વીડિયો બે અલગ-અલગ વીડિયોને જોડીને બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માનો વીડિયો વર્ષ 2020નો છે,  રોહિત શર્માએ ડેવિડ વોર્નર સાથે ઈન્સ્ટાગ્રામ લાઈવ પર વાતચીત કરી હતી. જ્યારે, મહેન્દ્ર સિંહ ધોનીનો વીડિયો વર્ષ 2023નો છે, ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના CEOની દીકરીને જન્મદિવસની શુભેચ્છાઓ મોકલી હતી. આ બંને વીડિયોને જોડીને હવે તેને વાયરલ કરવામાં આવી રહ્યો છે.

1 જુલાઈના રોજ વાયરલ વીડિયો શેર કરતી વખતે, ફેસબુક યુઝર ફેક્ટ્સ ભાઈએ લખ્યું, ધોનીએ રોહિત શર્માને વર્લ્ડકપ માટે અભિનંદન આપ્યાં હતા. ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીનો વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. રોહિત શર્માનો આ વીડિયો વર્ષ 2020નો છે, જેમાં રોહિત ડેવિડ વોર્નર સાથે વાત કરી રહ્યો છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીનો વીડિયો વર્ષ 2023નો છે. જેમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓની પુત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યો છે. ત્યારે તમે પણ આવા ખોટા વીડિયો વાઇરલ ન કરતા અને તેને પોસ્ટ પણ ન કરતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch