Tue,17 September 2024,12:41 am
Print
header

Fact Check: બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે વડોદરામાં પૂર આવ્યું હોવાનો દાવો ખોટો છે

તાજેતરમાં વડોદરા શહેરમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહીંથી વહેતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં નદીના પાણી શહેરમાં પ્રવેશ્યા હતા, અનેક લોકોનાં મોત થયા છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, પૂરની સ્થિતિની વચ્ચે સોશિયલ મીડિયા પર ઘણા ફેક વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામના કારણે ઘણી જગ્યાએ નદીનું પાણી બંધ થઈ ગયું હતું, જેના કારણે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ દાવો ખોટો છે.

શું વાયરલ થઈ રહ્યું છે ??

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગુગલ મેપની મદદથી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ચાલી રહેલા કામને કારણે વિશ્વામિત્રી નદીનું પાણી ઘણી જગ્યાએ બંધ થઈ ગયું છે. નદી પર ઘણી જગ્યાએ કામચલાઉ ડેમ બનાવવામાં આવ્યાં છે, જેના કારણે પાણીનો પ્રવાહ ઓછો થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નદી પર બનેલા આ ડેમના કારણે જ વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ સાથે વાયરલ વીડિયોના કેપ્શનમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, તેના કારણે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. બુલેટ ટ્રેન માટે અસ્થાયી એપ્રોચ રોડ બનાવવા માટે નદીના વહેણને ઘણી જગ્યાએ અવરોધવામાં આવ્યું છે.

રેલ્વેએ નિવેદન આપ્યું

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, તેને વડોદરાના પૂર સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે. જો કે ભારતીય રેલ્વેએ આ દાવાને નકારી કાઢ્યો છે. રેલ્વેનું કહેવું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામ દરમિયાન નદીમાં અવરોધ દર્શાવતો વીડિયો ભ્રામક છે, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં દેખાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરો ચોમાસા પહેલાની છે. આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અને નદીના વહેણને સરળ બનાવવા માટે નદી પર બનાવેલ હંગામી પ્રવેશ માર્ગને ચોમાસા પહેલા તોડી પાડવામાં આવ્યો હતો. પુલનું કામ કોઈ પણ રીતે નદીના વહેણમાં વિક્ષેપ પાડતું નથી. ત્યારે આવા ખોટા અહેવાલને તમારે સોશિયલ મીડિયા પર શેર કરવા જોઇએ નહીં.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch