Gujaratpost Fact Check: રોડ પર સિંહણના ટોળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સિંહોનું આ જૂથ રાજસ્થાનના ખેતડીમાં જોવા મળ્યું હતું.
ગુજરાત પોસ્ટ ફેક્ટ ચેકિંગની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ દાવો ખોટો છે. આ વીડિયો રાજસ્થાનનો નથી, પરંતુ ગુજરાતનો છે. ગુજરાતના ભાવનગરમાં લગભગ 10 દિવસ પહેલા સિંહોનું આ જૂથ જોવા મળ્યું હતું.
વીડિયો શેર કરતી વખતે ફેસબુક યુઝર સુરેન્દ્ર સૈની કાંકરિયાએ કેપ્શનમાં લખ્યું, સાવધાન, ખેતડી બસવાલ ગામ પાસે સિંહનું ટોળું જોવા મળ્યું.
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે ગુજરાત પોસ્ટ ફેક્ટ ચેકિંગ ટીમે ઈન્વિડ ટૂલની મદદથી વીડિયોના કેટલાક કીફ્રેમ્સ એક્સટ્રેક્ટ કર્યા અને ગુગલ રિવર્સ ઈમેજની મદદથી સર્ચ કર્યું. અમને આ વાઈરલ વિડિયો amarandamreli અને gujarat_wildlife_official ના ઈન્સ્ટાગ્રામ પેજ પર મળ્યો. આ વીડિયો 7 સપ્ટેમ્બર 2024ના રોજ શેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર વાયરલ વીડિયો ભાવનગરના ગારિયાધાર ગામ પાસેના ભોરીંગડા ટીબીડી રોડનો છે. જ્યાં 4 સિંહણ અને બાળ સિંહો ફરતા જોવા મળ્યાં હતા. એક સ્થાનિક વ્યક્તિએ આ દ્રશ્ય કેમેરામાં કેદ કરી લીધું હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ગુજરાત પોલીસને મોટી સફળતા, 623 બેંક ખાતાઓ દ્વારા રૂ. 111 કરોડની છેતરપિંડીના કેસમાં ગેંગના 4 સભ્યોની ધરપકડ | 2024-11-14 08:34:17
ખાખી પર લાંછન, અમદાવાદના બોપલમાં માસૂમ વિદ્યાર્થિની છરીના ઘા મારીને હત્યા કરનારો નીકળ્યો પોલીસકર્મી | 2024-11-13 18:45:47
ACB એ નાયબ મામલતદારને આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા, અન્ય આરોપી પણ પકડાયો | 2024-11-13 18:27:36
વાવનો જંગ...પાઘડીની લાજ સાચવવા અને મામેરું ભરવાની અપીલ વચ્ચે વાવમાં ધીમી ગતિએ મતદાન- Gujarat Post | 2024-11-13 11:31:57
બે લોકોને ભરખી જનારી ખ્યાતિ હોસ્પિટલને ખુદ આરોગ્ય મંત્રીએ આપ્યો હતો એવોર્ડ, તસવીર થઈ વાયરલ- Gujarat Post | 2024-11-13 11:16:14
Fack Check: મોહમ્મદ યુનુસે ડોનાલ્ડ ટ્રમ્પને નથી કહ્યાં મસીહા, વાયરલ થયેલો પત્ર નકલી છે | 2024-11-08 09:54:06
Fact Check: સ્વ.રતન ટાટાએ ભારતીય સેનાને 2500 બુલેટપ્રૂફ કાર દાનમાં આપી હોવાનો દાવો, જાણો સત્ય | 2024-10-15 09:53:15
Fact Check: રામગીરી મહારાજની ટીકા કરતો વિરાટ કોહલીનો આ વાયરલ વીડિયો નકલી છે, તમે પણ ન કરતા શેર | 2024-09-29 10:01:23
Fact Check: ટોચના કમાન્ડરના મોત પર હિઝબુલ્લાહ ચીફ નસરુલ્લાહ રડી પડ્યાં હોવાનો દાવો ? જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2024-09-27 09:48:39