Sun,08 September 2024,9:00 am
Print
header

Fact Check: ફી ન ભરી શકવા પર વિદ્યાર્થીનીએ શિક્ષક સાથે કરી લીધા લગ્ન ! જાણો વાયરલ મેસેજની સચ્ચાઈ- Gujarat Post

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે એક આધેડ વયના શિક્ષકે તેની એક વિદ્યાર્થીની સાથે લગ્ન કરી લીધા છે. કારણ કે તે આર્થિક સંકડામણને કારણે ફી ભરી શકી ન હતી. જ્યારે આ વીડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ દાવો ખોટો છે. વાયરલ વીડિયો ખરેખર સ્ક્રિપ્ટેડ છે, મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે.

અમારી તપાસમાં સામે આવી આ વાત

અમીન અજ નામના એક ફેસબુક યુઝરે 4 જાન્યુઆરી 2024ના રોજ આ વીડિયો શેર કર્યો હતો.આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, "ફી ચૂકવવામાં સક્ષમ ન હોવાથી, વૃદ્ધ માસ્ટરે તેના વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા ! જય તનાતન..."

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક આધેડ અને એક છોકરી છે જે સ્કૂલ યુનિફોર્મમાં છે. શિક્ષક હોવાનો દાવો કરતા વ્યક્તિએ છોકરીને પાંચ વાર પૂછ્યું અને કહ્યું, "તે મારી વિદ્યાર્થીની હતી. હું તેને ભણાવતો હતો. તે 10 હજાર રૂપિયા ફી ચૂકવવા સક્ષમ ન હતી. તેથી મેં વિચાર્યું કે શું કરવું. મે તેની સાથે લગ્ન કરી લીધા. તમે અમને આશીર્વાદ આપો."ઘણા ફેસબુક અને એક્સ યુઝર્સ આ વીડિયોને શેર કરી રહ્યાં છે.

વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે પહેલા તેના વિશેના કેટલાક સમાચારો સર્ચ કર્યાં. અમને આ સમાચાર ઇન્ટરનેટ પર કેટલીક વેબસાઇટ્સ પર મળ્યાં છે. વિવિધ વેબસાઈટ પર પ્રસિદ્ધ થયેલા સમાચારમાં ક્યાંય પણ આ ઘટના અંગે કોઈ નક્કર માહિતી મળી નથી. આ અહેવાલોમાં ન તો ઘટના સ્થળ કે શિક્ષક અને વિદ્યાર્થીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેથી આ સમાચાર અધૂરા અને ભ્રામક લાગ્યા અને કોઈપણ જગ્યાએ શિક્ષક-વિદ્યાર્થીનાના લગ્નને સમર્થન મળ્યું નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch