Thu,14 November 2024,12:09 pm
Print
header

માત્ર રૂ.1500 માં અસલી જેવી નકલી માર્કશીટ, બહુચરાજીમાંથી નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું- Gujarat Post

મહેસાણાઃ જિલ્લામાંથી નકલી માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. બહુચરાજીમાંથી નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે. ધોરણ 10, 12, ITI નકલી માર્કશીટના કૌભાંડનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી છે. પ્રાઈવેટ ઓટો મોબાઈલ કંપનીમાં નોકરી આપવા નકલી માર્કશીટ બનાવી આપવામા આવતી હતી. આરોપીઓ ઓછા ભણેલા વિદ્યાર્થીઓને નોકરી આપવા માર્કશીટ બનાવી આપતા હતા. અંબિકા ઝેરોક્ષ નામની દુકાનમાં નકલી માર્કશીટનો ખેલ થતો હતો. પોલીસે કુલદીપ પરમાર અને વિજય ઝાલા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.

માત્ર રૂ.1500 માં અસલી જેવી નકલી માર્કશીટ

બહુચરાજીમાંથી નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું

પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ

અનેક લોકોએ બનાવી છે નકલી માર્કશીટ

મળતી માહિતી પ્રમાણે મહેસાણાના બહુચરાજીમાં આદિત્ય કોમ્પલેક્સમાં આવેલા અંબિકા ઝેરોક્ષમાં નકલી માર્કશીટ બનાવવામાં આવતી હતી. ધોરણ 10, 12, ITI, diplomaની નકલી માર્કશીટ અહીં બનતી હતી. કોમ્પ્યુટરમાં તૈયાર ફર્મા રાખી નામ બદલીને માર્કશીટ બનાવવામાં આવતી હતી. આ માર્કશીટનો બહુચરાજીની નજીકની કંપનીઓમાં નોકરી મેળવવા માટે ઉપયોગ થતો હતો.

અહીંથી નકલી માર્કશીટ બનાવીને લોકો મારુતિ સુઝુકી, હાંસલપુર અને હોન્ડાના વીઠલાપુર પ્લાન્ટમાં નોકરી મેળવતા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે. સ્થળ પરથી પોલીસે નકલી માર્કશીટો, લિવિંગ સર્ટિફિકેટ, કોમ્પ્યુટર, પ્રિન્ટર ઝડપી લીધુ છે. બહુચરાજી પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કુલદીપ હરગોવિંદ સોલંકી નામના ઝેરોક્ષની દુકાનના સંચાલક સહિત પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે.

પોલીસે બે લોકોની ધરપકડ બાદ તેમની પૂછપરછ શરુ કરી છે. અત્યાર સુધીમાં કેટલી માર્કશીટ બનાવવામાં આવી છે.તેમજ નકલી માર્કશીટનો ઉપયોગ કયાં કરાયો છે અને કેટલા લોકોએ નકલી માર્કશીટનો ઉપયોગ કરીને નોકરી મેળવી છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch