Thu,14 November 2024,11:12 pm
Print
header

Cyclone Biparjoy: દ્વારકા, સોમનાથ મંદિરો બે દિવસ બંધ, ઓનલાઈન દર્શન કરવા ભક્તોને અપીલ- Gujarat Post

ફોટોઃ સૌ.એએનઆઇ

સોમનાથઃ અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું આજે ગુજરાતના જખૌ આસપાસ ટકરાશે. તેને કારણે દરિયાકાંઠાના વિસ્તારો સહિત રાજ્યના અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બિપરજોય વાવાઝોડાની સ્થિતિને જોતાં દ્વારકા, સોમનાથ, ખોડલધામ, આશાપુરા, સાળંગપુર, ગોપીનાથજી સહિતના અનેક જાણીતા મંદિરો બે દિવસ સુધી બંધ રહેશે.

શ્રદ્ધાળુઓની સલામતીને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે પુજારીઓ માટે નિત્યક્રમ યથાવત રહેશે, વાવાઝોડાની સ્થિતિ યથાવત થતાં ફરીથી મંદિરના કપાટ ખુલશે, ત્યાં સુધી શ્રદ્ધાળુઓ ઓનલાઈન દર્શન કરી શકશે. વાવાઝોડાની ભયાનકતાને જોતાં સ્થાનિક તંત્ર અને મંદિર વહીવટકર્તા આ નિર્ણય લેવાયો છે. ઉત્તર ગુજરાત પર વાવાઝોડાની અસર જોતાં ઈન્ડો પાક બોર્ડર પર નડાબેટ પણ પ્રવાસીઓ માટે બંધ કરાયું છે.

અરબી સમુદ્રમાં  સર્જાયેલા વાવાઝોડા બિપરજોયએ હવે રૌદ્ર રુપ ધારણ કરી લીધું છે અને તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 115 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આજે પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે. આજે 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે તેવી સંભાવના છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch