નિર્લિપ્ત રાયની બદલી થતાં અમરેલી અને તમામ પક્ષના લોકો તેમને વિદાય આપવા ઉમટી પડયાં
નિર્લિપ્ત રાય પર ગુલાબના ફૂલોનો વરસાદ થયો
અમરેલીઃ જિલ્લામાં SP તરીકે ફરજ બજાવતા નિર્લિપ્ત રાયની ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલમાં બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના SP તરીકે IPS નિર્લિપ્ત રાયની પસંદગી કરવામાં આવી છે. નિર્લિપ્ત રાયની બદલી થતા અમરેલીના શહેરીજનો દ્વારા તેમનું સન્માન કરીને વિદાય આપવામાં આવી હતી. રાયની 4 વર્ષની કામગીરીમાં અમરેલીની પ્રજાને કાયદો અને વ્યવસ્થાનું સુશાસન કેવુ હોય તેની ખબર પડી છે, તેમના વખતમાં અનેક ગુંડાતત્વોને સીધા કરી દેવામાં આવ્યાં છે, ક્રાઇમ રેડ નીચે આવી ગયો છે અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓની ખરાબ હાલત કરી દેવાઇ છે. હવે નિર્લિપ્ત રાયની બદલી થતાં આખુ અમરેલી અને રાજકીય આગેવાનો તેમને વિદાય આપવા ઉમટી પડયાં હતા.
અમરેલી શહેરના સિનિયર સીટીઝન ગાર્ડન પાસે જાહેર જનતા દ્વારા વાજતે ગાજતે વિદાઈ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં સ્વયંભૂ ઉમટી પડ્યા હતા અને ગુલાબના ફૂલો ઉછાળીને સન્માન સાથે અધિકારીને વિદાઈ આપી હતી.
અમરેલીમાં બિટકોઈન પ્રકરણમાં પણ તેમને મહત્વની ભૂમિકા નિભાવી હતી.રાજય સરકારે અમરેલીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સરખી કરવા માટે નિર્લિપ્ત રાયને અમરેલી એસપી તરીકે મુકયા હતા.જો કે શરૂઆતના ગાળામાં વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા સ્થાનિક પોલીસ અધિકારીઓ અને માફીયાઓ માનતા હતા કે આવા ઘણા અધિકારીઓ આવ્યાં અને જતા રહ્યા, પરંતુ એસપી નિર્લીપ્ત રાયે એવી સ્થિતિ બનાવી કે ગુંડાઓ અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ પણ સીધા થઇ ગયા હતા.
હું નિર્લિપ્ત રાય, IPS અમરેલી જિલ્લામાં 3 વર્ષ, ૯ મહિના અને ૨૮ દિવસ ફરજ બજાવેલ છે. આ સમય દરમ્યાન અમરેલીના લોકોનો સાથ અને સહકાર આપવા બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
— SP AMRELI (@SP_Amreli) April 5, 2022
મારા હસ્તકનો પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીનો ચાર્જ હિમકર સિંઘ, ્IPS નાઓને સોંપવામાં આવેલ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32