Mon,18 November 2024,11:08 am
Print
header

તેલંગાણામાં કોરોના રસી લીધાના પાંચ દિવસ બાદ મહિલા સ્વાસ્થ્ય કર્મીએ તોડ્યો દમ

પ્રતિકાત્મક ફોટો 

હૈદરાબાદઃ દેશમાં કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્યાને એક સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે. અત્યાર સુધીમાં 18.85 લાખથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે. દરમિયાન ઘણા લોકોએ રસીની આડ અસરની ફરિયાદ કરી છે, તેલંગાણામાં  કોરોના રસી લીધાના પાંચ દિવસ બાદ મહિલા સ્વાસ્થ્ય કર્મીના મોતના સમાચાર સામે આવ્યા છે. જો કે તેના મોતી તપાસ થઇ રહી છે.

ન્યૂઝ એજન્સી ANIના ટ્વિટ પ્રમાણે, મહિલા હેલ્થ વર્કરે 19 જાન્યુઆરીએ કોવિડ 19ની રસી લીધી હતી. જિલ્લા એઈએફઆઈ કમિટી આ મામલે તપાસ કરી રહી છે અને તેનો રિપોર્ટ રાજ્ય એઈએફઆઈ કમિટીને મોકલશે. તેલંગાણાના પબ્લિક હેલ્થ ડાયરેક્ટરે આ વાતની જાણકારી આપી છે.

આ પહેલાં તેલંગણાના નિર્મલ જિલ્લાના કુંઠાલા સરકારી હોસ્પિટલમાં કોરોના રસી લેનારા વિઠ્ઠલ નામના યુવકનું હાર્ટ અટેકથી મોત થયું હતું. વિઠ્ઠલે 19 જાન્યુઆરીએ 11 કલાકે કોરોના રસી લીધી હતી. તે સરકારી હોસ્પિટલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. જો કે આ મોત હાર્ટ અટેકથી થયું છે.

તેલંગાણામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 197 કેસ નોંધાયા, એકનું મોત થયું હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. તેલંગાણામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,93,253 પર પહોંચી છે. જ્યારે 2,88,275 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 3,389 છે, કુલ મૃત્યુઆંક 1,589 પર પહોંચ્યો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,849 કેસ નોંધાયા હતા અને 155 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,06,54,533 પર પહોંચી છે. જેમાંથી હાલ 1,84,408 એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,03,16,786 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે અને 1,53,339 લોકો કોરોનાને શિકાર બન્યાં છે.

નોંધનિય છે કે કોરોના રસી સુરક્ષિત છે અનેક પરીક્ષણો પછી જ સરકારે તેને મંજૂરી આપી છે જેથી રસી લેવાથી ડરવાની જરૂર નથી,કેટલાક કિસ્સાઓમાં કોરોના રસીની આડઅસરની ફરિયાદો છે જેની તપાસ થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch