Sat,16 November 2024,7:53 am
Print
header

મોંઘવારીમાં ખેડૂતોને વધુ એક માર, DAP અને NPK ખાતરના ભાવમાં મોટો વધારો- Gujarat post

DAP ખાતરમાં 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો

NPKમાં 285 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો

ગાંધીનગરઃ સામાન્ય માણસને મોંઘવારીનો માર પડ્યો છે, CNG, PNG અને LPG સિલિન્ડરમાં ભાવ વધારા બાદ હવે ખેડૂતોની પણ દશા બેઠી છે. ખાતર કંપનીઓએ ખાતરના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. DAPના ખાતરમાં એક બેગ પર 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ હવે નવો ભાવ 1350 રૂપિયા થઈ ગયો છે. NPKમાં 285 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ વધારા બાદ NPKનો નવો ભાવ 1470 રૂપિયા થઈ ગયો છે.  

ખાતરમાં ધરખમ ભાવ વધારો કરી દેતા ખેડૂતોમાં ભારે રોષ

ખાતરના વધેલા ભાવ પાછા ખેંચી સબસિડી આપવા ખેડૂતોની માંગ

ખાતરમાં થયેલા ભાવ વધારાને લઈને ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂતોએ આક્રોશ સાથે કહ્યું કે, પહેલાથી જ ખાતરનો ભાવ વધારે હતો. એક બાજુ મોંઘું ડીઝલ, મોંઘા બિયારણ હોવાથી અમે પહેલેથી જ નુકશાન કરીને ખેતી કરી રહ્યાં છીએ, તેની સામે ભાવ તો મળતાં જ નથી. હવે ખાતરમાં ધરખમ ભાવ વધારો કરી દેતા અમારે ખેતી કઈ રીતે કરવી. એક તો પાણીની મુશ્કેલી પહેલેથી જ હતી, હવે ખાતરનો ભાવ વધારો ખેતી છોડાવશે. જો ખાતરનો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો ખેડૂત પાયમાલ બની જશે. ખાતરના વધેલા ભાવ પાછા ખેંચી ખેડૂતોને સબસિડી આપવી જોઈએ.

ખેડૂતોને વાવણીથી લઈને લણવા સુધીના સમય દરમિયાન અનેક પ્રકારના રાસાયણિક ખાતરોનો વપરાશ કરવો પડતો હોય છે.  એક બાજુ હવામાનમાં થઈ રહેલા સતત ફેરફારને કારણે ખેડૂતોને પાકમાં પૂરતું ઉત્પાદન મળતું નથી.એવામાં રાસાયણિક ખાતરોના ભાવ વધારાએ ખેડૂતોની કમર તોડી નાખી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch