Fri,15 November 2024,3:55 pm
Print
header

ચીનના હેનાનમાં ફેકટરીમાં લાગી ભીષણ આગ, 36 લોકોના મોત- Gujarat Post

શાંઘાઈઃ ચીનથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. મધ્ય ચીનના હેનાન પ્રાંતમાં એક ફેક્ટરીમાં આગ લાગવાથી 36 લોકોના મોત થઇ ગયા છે. આ ઘટના એનયાંગ શહેરમાં ફેક્ટરીમાં બની હતી. અનેક લોકો ઘાયલ થયા છે અને બે લોકો ગુમ હોવાનું કહેવાય છે. એન્યાંગ શહેરનો હાઇટેક ઝોન છે. જ્યાં આગનો આ બનાવ બન્યો છે.

મળતી માહિતી મુજબ સ્થાનિક સમય અનુસાર સોમવારે સાંજે લગભગ 4 વાગ્યે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટરોએ કલાકો સુધી મહેનત કરવી પડી હતી. 200 થી વધુ બચાવકર્મીઓ અને 60 ફાયર ફાઈટરો આગને બુુજાવવામાં લાગ્યા હતા.આ ઘટના બાદ કેટલાક કલાકો સુધી વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.

આ પહેલા માર્ચ 2019માં શાંઘાઈથી 260 કિલોમીટર દૂર આવેલા યાનચેંગમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 78 લોકોના મોત થયા હતા, અનેક મકાનો ધરાશાયી થયા હતા. 2015 માં પણ ઉત્તરીય તિયાનજિનમાં કેમિકલ વેરહાઉસમાં મોટો વિસ્ફોટ થયો હતો.આ વિસ્ફોટમાં 165 લોકોના મોત થયા હતા. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch