Sun,17 November 2024,4:54 am
Print
header

દિવાળી નજીક આવતા ફટાકડાના ભાવમાં લાગી આગ, જાણો કેટલા ટકા સુધીનો થયો વધારો ?

શિવાકાશીઃ દિવાળીનો તહેવાર નજીક આવતાની સાથે જ ફટાકડાના ભાવમાં જંગી વધારો થયો છે.  સામાન્ય માણસ માટે આ વર્ષે દિવાળીની ઉજવણી મોંઘી બનશે. દિવાળી પર્વ પહેલા વિવિધ પ્રકારના ફટાકડાના ભાવોમાં 50 ટકા સુધીનો વધારો થયો છે. શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલ શરૂ થઈ ગયા છે. કોરોના ને કારણે છેલ્લા એક વર્ષથી શિવાકાશીમાં ફટાકડાની ફેક્ટરીઓ બંધ રહેતાં ફટાકડાના ભાવોમાં વધારો થયો હોવાંનું વેપારીઓએ જણાવ્યું છે. 

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના પગલે આ વર્ષે મોટા વેપારીઓએ મર્યાદિત પ્રમાણમાં ફટાકડાનો જથ્થો ઓછો લીધો હતો, એક વર્ષ સુધી શિવાકાશીમાં ફટાકડાનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ બંધ હોવાથી ચાલુ વર્ષે પ્રોડક્શન પર તેની અસર પડી છે, સ્થાનિક સ્તરે ફટાકડાના હોલસેલના વેપારીઓ દ્વારા 30 થી 35 ટકા તો રિટેલ વેપારીઓએ ફટાકડાના ભાવમાં 50 ટકા સુધીનો વધારો કર્યો છે.

હોલસેલ વેપારીઓના મતે કોરોનાની બીજી લહેર હળવી બન્યા બાદ ઈંધણના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટેશન 25 ટકા જેટલું મોંઘુ બન્યું છે. નજીકના ગામોમાં ફટાકડાનું ઉત્પાદન કરતા વેપારીઓએ જણાવ્યું કે  ફટાકડા બનાવવા માટેના રોમટીરિયલના ભાવમાં અસહ્ય વધારો થયો છે. કેમિકલના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. કાગળના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે, કારીગરોના પગારમાં પણ વધારો થયો છે. ગત વર્ષે જે કારીગરોને દિવસના રૂ.275 આપતા હતા તેમને હવે રૂ.325 ચૂકવવા પડે છે. ઉત્પાદન માટે જરૂરી તમામ પાસાઓના ભાવમાં વધારો થયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch