Fri,15 November 2024,11:28 pm
Print
header

NIA દ્વારા દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખ રુપિયાનું ઈનામ જાહેર- Gujaratpost

દાઉદ ઇબ્રાહિમના ખાસ છોટા શકીલ પર રૂ.20 લાખનું ઇનામ

અનીસ ઈબ્રાહિમ, જાવેદ ચિકના અને ટાઈગર મેમણ પર રૂ.15 લાખનું ઈનામ

મુંબઇઃ ભારતની ટોચની આતંકવાદ વિરોધી સંસ્થા NIA દ્વારા દાઉદ ઈબ્રાહિમ વિશે માહિતી આપનાર માટે 25 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. તેનો એક નવો ફોટો જાહેર કર્યો છે.નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIAએ દાઉદ ઇબ્રાહિમના ખાસ છોટા શકીલ પર 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. અન્ય આતંકવાદીઓ અનીસ ઈબ્રાહિમ, જાવેદ ચિકના અને ટાઈગર મેમણ પર 15 લાખ રૂપિયાનું ઈનામ છે.

NIAએ એક નિવેદનમાં કહ્યું કે દાઉદ ઈબ્રાહિમ અને અન્ય લોકો "આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદા સાથે સક્રિય સહયોગમાં કામ કરી રહ્યાં છે.

ભારતે ગયા વર્ષે યુએન સિક્યુરિટી કાઉન્સિલને જણાવ્યું હતું કે 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટને અંજામ આપનાર દાઉદ ઈબ્રાહિમ અને અન્ય યુએન દ્વારા જાહેર કરાયેલા આતંકવાદીઓ "આશ્ચર્યજનક રીતે" પડોશી દેશમાં "આશ્રય" મેળવવાનું ચાલુ રાખ્યું છે.

1993માં મુંબઈ શહેરમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા હતા. આ હુમલામાં 250 થી વધુ નિર્દોષ લોકોના મોત થયા હતા. લાખો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું હતું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch