Sat,16 November 2024,2:10 am
Print
header

ભારત સામે અનેક ષડયંત્રો કરનારા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની હાલત અત્યંત નાજુક- Gujarat Post

ઇસ્લામાબાદઃ કારગીલ યુદ્ધ માટે જવાબદાર અને ભારત સામે અનેક ષડયંત્રો કરનારા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની હાલત નાજુક છે. શુક્રવારે તેમના પરિવારે જણાવ્યું કે હવે તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી ઉતારી દેવામાં આવ્યાં છે.તેમની રિકવરી મુશ્કેલ છે. પરવેઝ મુશર્રફના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી તેમના પરિવારે માહિતી આપી કે તેઓ હવે વેન્ટિલેટર પર નથી. એમાયલોઇડિસિસને કારણે તેઓ છેલ્લા 3 અઠવાડિયાથી હોસ્પિટલમાં છે. તેમની હાલત ગંભીર છે. તેમના અંગોને નુકસાન થયું છે.

ટીવી ચેનલ જીએનએને કહ્યું કે પરવેઝ મુશર્રફને હૃદય અને અન્ય બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ તેમને દુબઈમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા. બિમારી સામે લડતી વખતે તેમનું મૃત્યુ થયું હોવાની અફવા હતી. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને પાકમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે આ સજા સંભળાવી હતી.

મુશર્રફ 2001 થી 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. આ પહેલા તેઓ આર્મી ચીફ પણ હતા.કારગિલ યુદ્ધ માટે મુશર્રફને સીધા જ જવાબદાર ગણવામાં આવે છે. તેમણે નવાઝ શરીફની સરકારને ઉથલાવી નાખી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch