Mon,11 November 2024,2:34 am
Print
header

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને થઈ શકે છે આજીવન કેદની સજા, પાકિસ્તાનના કાયદા મંત્રીએ આપી માહિતી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. દેશમાં ફરીથી પીએમ બનવાનું સપનું જોનારા ઈમરાન ખાનને આજીવન કેદની સજા થઈ શકે છે. આ દાવો ખુદ પાકિસ્તાનના કાયદા મંત્રીએ કર્યો છે. 9 મેના રોજ ઈમરાન ખાનની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ થયા બાદ સમગ્ર પાકિસ્તાનમાં હિંસા અને આગચંપી થઈ હતી.તેમના સમર્થકોએ સરકારી અને બિનસરકારી મિલકતોમાં તોડફોડ કરીને આગ લગાવી હતી.અનેક સૈન્ય મથકોમાં પણ આગચંપી કરવામાં આવી હતી.આ પછી પીએમ શાહબાઝ શરીફે ઈમરાન ખાન અને તેમના સમર્થકો સામે પાકિસ્તાનની સૈન્ય અદાલતમાં કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી હતી.

આવી સ્થિતિમાં ઈમરાન ખાનને આજીવન કેદની સજા થવાની શક્યતા વધી ગઈ છે.તેમની સામે મિલિટરી કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. અગાઉ ખુદ ઈમરાન ખાને આવી આશંકા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના કાયદામંત્રી આઝમ નઝીર તરારએ જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન રાજદ્વારી માહિતી લીક કરીને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકવાના દોષિત ઠરે તો તેમને આજીવન કેદની સજા થઈ શકે છે. ખાને ગયા વર્ષે માર્ચમાં વોશિંગ્ટનમાં પાકિસ્તાન દૂતાવાસ દ્વારા મોકલવામાં આવેલા સંદેશાવ્યવહારનો ઉપયોગ કરીને યુએસ પર આરોપ લગાવ્યો હતો કે તેમને એક મહિના પછી સત્તા પરથી હટાવવામાં આવ્યાં હતા.

ઈમરાન ખાન પર ઘણા કેસ ચાલી રહ્યાં છે

પૂર્વ પીએમ ઈમરાન ખાન પર એક સાથે અનેક કેસ ચાલી રહ્યાં છે. તેમની સામે ભ્રષ્ટાચાર, હત્યા, આગચંપી, તોડફોડ, આતંકવાદ, રાજદ્રોહ જેવી વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેસોની યાદી લાંબી થતી જાય છે. 9 મેના રોજ તેમની ધરપકડ થાય ત્યાં સુધી ઈમરાન ખાન શાહબાઝ શરીફ સરકાર વિરુદ્ધ ઉગ્રતાથી હતા અને તેમના લાખો સમર્થકો સાથે વારંવાર શેરી પ્રદર્શન અને રેલીઓ યોજતા હતા. એક રેલી દરમિયાન તેમને પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ તેમને ગૃહમંત્રી અને પીએમ શાહબાઝ શરીફ સહિત ત્રણ સૈન્ય અધિકારીઓ પર તેમની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ હવે ઈમરાનનું વલણ ઠંડુ થઈ ગયું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch