Mon,18 November 2024,11:56 am
Print
header

જતા જતા મેલાનિયાએ એવું કામ કર્યું કે વ્હાઇટ હાઉસનો સ્ટાફ થઈ ગયો નારાજ

વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાલી કર્યું હતું. દરમિયાને મેલાનિયાએ કરેલી એક હરકતને કારણે તેની આલોચના થઈ રહી છે. વ્હાઇટ હાઉસમાંથી વિદાય લેતી વખતે ફર્સ્ટ લેડીએ ત્યાંના સ્ટાફ પ્રત્યે આભાર વ્યક્ત કરતી નોટ લખતા હોય છે અને મેલાનિયા પાસેથી પણ આવી જ અપેક્ષા હતી પરંતુ તેમ થયું નથી.

લાગતુ હતુ કે જે સ્ટાફે તેમનો ચાર વર્ષ સુધી ખ્યાલ રાખ્યો તેના પ્રત્યે કઇંક લખીને આભાર વ્યક્ત કરશે, પરંતુ આવું કંઈ થયુ નહીં. મેલાનિયાએ આ નોટ અન્ય કોઇ પાસે લખાવી અને તેના પર સહી કરી દીધી,જેને લઈને તેમની આલોચના થઈ રહી છે. વ્હાઇટ હાઉસના આશરે 80 કર્મચારીને મેલાનિયાની થેંક્યૂ નોટ મળી છે. સીએનએનના રિપોર્ટ પ્રમાણે, મેલાનિયા ટ્રમ્પે ઈસ્ટ વિંગ સ્ટાફને પોતાના નામ પર એક નોટ લખવાનું કામ આપ્યું હતું.

અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે 78 વર્ષના જો બાઇડેને યુએસ કેપિટલમાં શપથ લીધા હતા. જ્યારે ભારતીય મૂળના કમલા હેરિસે ઉપ-રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. અમેરિકાના ઇતિહાસમાં પહેલી જ વાર એક ભારતીય અમેરિકન મહિલા કમલા હેરિસને ઉપ પ્રમુખ બનાવવામાં આવ્યાં છે. 56 વર્ષના કમલા હેરિસ ભારતીય મૂળના પ્રથમ આફ્રીકન-અમેરિકન છે જેમને અમેરિકાના ઉપ પ્રમુખપદે બેસાડવામાં આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch