Sat,16 November 2024,12:57 am
Print
header

કોરોના સામે આજથી વધુ એક જંગ, 75 દિવસ ચાલશે બૂસ્ટર ડોઝ અભિયાન – Gujarat Post

(file photo)

પુખ્ત વયના લોકોને સરકારી કેન્દ્રો પર નિ:શુલ્ક બૂસ્ટર ડોઝ આપવામાં આવશે

એક ટકા કરતા પણ ઓછા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ હજુ ખતમ થયો નથી. દરરોજ 15 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ગુરુવારે પાંચ મહિના બાદ 20 હજારથી વધારે કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને સરકારે તમામ વયસ્કોને સાવચેતીનો ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકારે શુક્રવારથી તમામ પુખ્ત વયના લોકોને મફત સાવચેતીના ડોઝ આપવાનો નિર્ણય લીધો છે. 15 જુલાઈથી 'આઝાદી કે અમૃત મહોત્સવ'ના ભાગરૂપે આગામી 75 દિવસ સુધી મફત સાવચેતીના ડોઝ માટે અભિયાન શરૂ કરવામાં આવશે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય પર મ્હોર મારવામાં આવી હતી. તમામ પુખ્ત વયના લોકોને સરકારી કેન્દ્રો પર નિ:શુલ્ક બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

બૂસ્ટર ડોઝ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યાં છે. અત્યાર સુધીમાં 18-59 વર્ષની લક્ષ્યાંકિત 77 કરોડ વસ્તીમાંથી માત્ર એક ટકા કરતા પણ ઓછા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં મૃત્યું સામે રક્ષણ આપવા અને ગંભીર લક્ષણોને રોકવામાં આ રસીની મહત્વપૂર્ણ ભૂમિકા સાબિત થઈ છે. આરોગ્ય મંત્રાલયે પણ કોવિડ વિરોધી રસીનો બીજો ડોઝ લીધા પછી બૂસ્ટર ડોઝ લેવાની સમયમર્યાદા નવ મહિનાથી ઘટાડીને છ મહિના કરી દીધી છે. હવે 18 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ સરકારી રસીકરણ કેન્દ્ર પર જઈ શકે છે અને બૂસ્ટર ડોઝ મેળવી શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch