Sat,16 November 2024,2:17 pm
Print
header

Big News- પેપર ફૂટવાના કૌભાંડ પછી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની હકાલપટ્ટી- Gujarat post

ગાંધીનગર કર્મયોગી ભવન બહાર આપના કાર્યકર્તાઓએ ફોડ્યાં ફટાકડા 

ગાંધીનગરઃ પેપર લીક કાંડ બાદ ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા (GSSSB Chairman Asit Vora)એ અંતે પોતાના પદ પરથી રાજીનામું(Resigns) આપી દેવું પડ્યું છે, આજે અસિત વોરાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને મળી તેમનું રાજીનામું આપ્યું છે. તેમની સાથે અન્ય ત્રણ બોર્ડ નિગમના અધ્યક્ષે પણ રાજીનામા આપ્યાં છે. અત્યાર સુધી ભાજપના પદાધિકારીઓ અને સરકાર અસિત વોરાનો બચાવ કરી રહ્યાં હતા. મંત્રીઓથી લઈ પક્ષના પ્રદેશ પ્રમુખ અસિત વોરા સામે કોઈ પુરાવાના હોવાનું રટણ કરી રહ્યા હતા. પરંતુ હવે તેમને રાજીનામું આપવા માટે દબાણ કરાયું હોવાનું સામે આવ્યું છે.

હેડ ક્લાર્કનું પેપર લીક થયું હોવાની સરકારની સત્તાવાર કબૂલાત બાદ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાઈ હતી. આ પરીક્ષા માર્ચ 2022માં લેવાઈ શકે છે. જેના માટે પેપર લીક જેવી કોઈ ઘટના ન બને તે માટે જડબેસલાક વ્યવસ્થા કરાઈ હોવાનો સરકારનો દાવો છે.

પેપર લીક કૌભાંડનો ભાંડો ફોડનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ અસિત વોરાને તેના માટે જવાબદાર ઠેરવ્યા હતા. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા પણ આ મામલે સરકાર વિરુદ્ધ દેખાવો કરીને અસિત વોરાને હટાવવાની માંગ કરી હતી. વધતા દબાણ વચ્ચે આખરે અસિત વોરાને હટાવવાનો સરકારે નિર્ણય લીધો છે. અસિત વોરાના કાર્યકાળમાં પેપર ફુટવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ તેમના પર આ બાબતને લઈને ગંભીર આક્ષેપ થઈ ચૂક્યા છે. જો કે અત્યાર સુધી વોરા પોતાની ખુરશી બચાવવામાં સફળ રહ્યાં હતા. પરંતુ હવે તેમની ખુરશી ગઇ છે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં 88,000 ઉમેદવારો બેઠા હતા.આ પરીક્ષાનું લીક થયેલું પેપર 40થી વધુ ઉમેદવારોને 10-12 લાખ રુપિયામાં વેચાયું હોવાના આક્ષેપ થયા હતા, જેની તપાસ ચાલી રહી છે અને પોલીસે કેટલાક આરોપીની ધરપકડ કરીને તેમના રિમાન્ડ પણ મેળવ્યાં છે. આ પેપર જ્યાં તેનું પ્રિન્ટિંગ થયું તે પ્રેસમાંથી જ લીકેજ હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch