Tue,17 September 2024,1:53 am
Print
header

આ પાવર કંપની દેવાદાર થઈ ગઈ...રૂ.18000 કરોડનું દેવું, શેરનો ભાવ 10 રૂપિયા થઇ ગયો !

નવી દિલ્હીઃ પાવર અને ઇન્ફ્રા પ્રોજેક્ટ પર કામ કરતી એક કંપની દેવાદાર થઈ ગઈ છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની હૈદરાબાદ બેન્ચે GVK પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GVKPIL) ને દેવાદાર જાહેર કરી છે. આ કંપની પર 18000 કરોડ રૂપિયાનું જંગી દેવું છે. આ લોન ICICI બેંક અને કેટલાક અન્ય ધિરાણકર્તાઓ દ્વારા આપવામાં આવી છે.

GVKPIL એ GVK ગ્રૂપની ફ્લેગશિપ ફર્મ છે. આ લોન જીવીકે કોલ ડેવલપર્સ (સિંગાપોર) પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 10 વર્ષથી વધુ સમય પહેલા લેવામાં આવી હતી, જેના માટે GVKPIL ગેરેંટર હતી. લોનની ચુકવણી ન કરી શકવાને કારણે તેને દેવાદાર જાહેર કરવામાં આવી છે અને હવે તેના પર કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) શરૂ કરવામાં આવી છે.

શેરનો ભાવ 10 રૂપિયાથી નીચે ગયો

NCLT સભ્ય (ન્યાયિક) રાજીવ ભારદ્વાજ અને સભ્ય (ટેકનિકલ) સંજય પુરીની બેન્ચે ICICI દ્વારા 2022માં દાખલ કરવામાં આવેલી અરજી પર 12 જુલાઈના રોજ આદેશ આપ્યો હતો, જે ગઈકાલે બહાર પાડવામાં આવ્યો હતો. હવે આના પર CIRP શરૂ કરવામાં આવી છે. દરમિયાન શેરબજારમાં આ કંપનીની અસર જોવા મળી છે. આ સમાચાર આવ્યાં પછી જીવીકે પાવરના શેરમાં મંગળવારે તીવ્ર ઘટાડો થયો અને લોઅર સર્કિટ પર પહોંચી ગયો છે. કંપનીનો શેર 5 ટકાની નીચલી સર્કિટ સાથે રૂ. 9.64 પર બંધ થયો હતો.

શેરો દેખરેખ હેઠળ હતા

BSE અને NSE એ લાંબા ગાળાના ASM (વધારાના સર્વેલન્સ મેઝર્સ) હેઠળ જીવીકે પાવરના શેર મૂક્યાં છે. રોકાણકારોને શેરના ભાવમાં ઊંચી વોલેટિલિટી વિશે સાવચેત કરવા, એક્સચેન્જો ટૂંકા ગાળાના અથવા લાંબા ગાળાના ASM માળખામાં શેર મૂકે છે.

આ છે કંપનીનું માર્કેટ કેપ

આ કંપનીના શેરનું 52-સપ્તાહનું ઉચ્ચ સ્તર શેર દીઠ રૂ. 17 છે. જ્યારે 52 સપ્તાહની સૌથી નીચી સપાટી રૂ. 2.45 પ્રતિ શેર છે. તેનું માર્કેટ કેપિટલાઇઝેશન (M-cap) રૂ. 1,522.36 કરોડ છે. RSI 27.42 પર આવ્યો છે. PE રેશિયો 248.65 છે, જ્યારે P/B કિંમત 1.83 છે. શેર દીઠ કમાણી (EPS) 0.04 હતી, જ્યારે ઇક્વિટી પર વળતર (ROE) 0.73 હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch