Thu,31 October 2024,3:23 pm
Print
header

જમ્મુ-કાશ્મીર લાઇસન્સ કેસ, ગાંધીનગરના 20 આરટીઓ એજન્ટોની અટકાયત- Gujarat Post

ગાંધીનગરઃ ડ્રાઇવીંગ ટેસ્ટ આપ્યાં વગર લાઇસન્સ આપવાનું રેકેટ ચલાવવાના કેસમાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગરમાંથી 20 આરટીઓ એજન્ટોની અટકાયત કરાઇ છે. આ એજન્ટોએ 500 લોકોને ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યાં વગર જ પાસ કરાવ્યાં હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ઉચ્ચ અધિકારીઓ ચોંકી ગયા છે. ક્રાઇમ બ્રાન્ચે અગાઉ 5 જેટલા એજન્ટોની ધરપકડ કરી હતી.

સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે વર્ષ 2022માં ગાંધીનગર આરટીઓના આરટીઓ ઇન્સ્પેક્ટર જયદિપસિંહ ઝાલા ઈન્ચાર્જ એઆરટીઓ હતા. દરમિયાન તેમણે સત્તાનો દુરઉપયોગ કરીને સમગ્ર કૌભાંડ આચર્યું હતું અને અહીં જમ્મુ-કાશ્મીરના લોકોના નામે લાઇસન્સ તૈયાર કરાયા હતા.

થોડા દિવસો પહેલા ગાંધીનગર આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ કૌભાંડનો પર્દાફાશ થયો હતો..જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ઝાલાએ ઇન્ચાર્જ ARTOના હોદ્દા પર રહીને સોફ્ટવેરમાં ચેડાં કરીને ડ્રાઈવિંગ ટેસ્ટ વિના જ લાઇસન્સ ઈશ્યૂં કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ગાંધીનગરના કેટલાક એજન્ટ્સ સાથે તેમની સાંઠગાંઠ હોવાનો ખુલાસો થયો હતો. તેમના મોબાઈલ ફોનની ચકાસણીમાં કેટલાંક એજન્ટોની વિગતો મળી હતી. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch