Wed,30 October 2024,2:54 pm
Print
header

Zika Virus: દિવાળી ટાણે જ ગાંધીનગરમાં ઝીકા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ- Gujarat Post

સેમ્પલ પુણા મોકલવામાં આવ્યાં

શંકાસ્પદ ઝીકા વાયરસની રાજ્યમાં એન્ટ્રીથી લોકોમાં ફફડાટ

Gandhinagar News: ગાંધીનગરમાં ઝીકા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગાંધીનગરમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધની તબિયત લથડતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. સારવાર દરમિયાન ડોક્ટરોને શંકા જતાં સેમ્પલ પરિક્ષણ માટે પૂના લેબોરેટીમાં મોકલવામાં આવ્યાં છે.

ગાંધીનગર શહેરના સેક્ટર-5માં રહેતા વૃદ્ધની તબીયત લથડતા તેમને સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જે દરમિયાન તબીબોને વૃદ્ધ દર્દીના લક્ષણો અલગ લાગતા તેમણે ઝીકા વાયરસના પરિક્ષણ માટે જરૂરી સેમ્પલ લેવડાવ્યાં હતા અને તે પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતા. રિપોર્ટના આધારે તેમને ઝીકા વાયરસ પોઝિટિવ છે કે નહીં તેની ખબર પડશે. આ શંકાસ્પદ કેસને લઇને સ્થાનિક તંત્રને જાણ થતા તંત્ર દ્વારા જરૂરી પગલા ભરવામાં આવી રહ્યાં છે.

ચાલુ વર્ષે ચોમાસાની વિદાય બાદ પણ વારંવાર વરસાદી ઝાપટા અને વાદળછાયા વાતાવરણને કારણે મચ્છરજન્ય બીમારીની સિઝન આ વખતે લાંબી ચાલી છે. દિવાળી પૂર્વે પણ ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ નોંધપાત્ર સંખ્યામાં નોંધાઈ રહ્યાં છે તેવી સ્થિતિ વચ્ચે ગાંધીનગરમાંથી ઝીકા વાયરસનો શંકાસ્પદ કેસ આવતા ફફડાટ ફેલાયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch