Thu,31 October 2024,3:23 pm
Print
header

ગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, રાજીવ ટોપનો બન્યાં સ્ટેટ GST ના ચીફ કમિશનર, 8 IPSની પણ બદલી- પોસ્ટીંગ

ગાંધીનગરઃ રાજ્યમાં 18 આઇએએસ અધિકારીઓ અને 8 આઇપીએસ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ કરાયા છે, જેમાં જયંતી રવિને ફરીથી ગુજરાતમાં જવાબદારી મળી છે, ઉપરાંત મનોજ દાસને CMOમાં નવી જવાબદારી મળી છે. રાજીવ ટોપનો સ્ટેટ જીએસટી વિભાગના નવા ચીફ કમિશનર બન્યાં છે, આ જગ્યા ઘણા સમયથી ચાર્જમાં હતી, સુનૈના તોમર, અંજુ શર્મા, પંકજ જોષી, જગદીશ પ્રસાદ ગુપ્તા, મમતા વર્મા, મુકેશ કુમાર, રાકેશ શંકર, કે.કે.નીરાલા સહિતના 18 આઇએએસ અધિકારીઓને નવી જવાબદારી મળી છે.

8 આઇપીએસ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ

રાજ્યમાં 8 આઈપીએસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. રાજુ ભાર્ગવને એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (આર્મ્ડ યુનિટ) ગાંધીનગરનો ચાર્જ સોંપાયો છે. વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલની બદલી કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch