Sat,16 November 2024,6:30 am
Print
header

ગાંધીનગરના લાંચિયા ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસેથી મળેલી વસ્તુઓ જાણીને તમે ચોંકી જશો- Gujarat Post

(બેંક લોકરમાંથી મળેલી વસ્તુઓ)

  • એસીબીએ આરોપીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો
  • પાંચ બેંક લોકરમાં સોના-ચાંદીના તથા રોકડ મળી
  • 100 કેનેડિયન ડોલર મળ્યાં

ગાંધીનગરઃ ગુજરાતમાં લાંચિયા બાબુઓ સામે એસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.જેમાં ગાંધીનગરમાં લાંચ લેતા ઝડપાયેલા ટાઉન પ્લાનર પાસેથી એસીબીને રૂ.81 લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળી આવ્યો છે. એસીબીએ લાખોની કિંમતના સોના-ચાંદી- પ્લેટીનમના દાગીના, કેનેડીયન 100 ડોલરની નોટો અને રોકડ જપ્ત કરી છે.

ગાંધીનગરની મુખ્ય નગર નિયોજક કચેરીમાં ટાઉન પ્લાનીંગ ઓફીસર તરીકે ફરજ બજાવતા નયન નટવરલાલ મહેતા રૂ.15 લાખની લાંચ લેતા ઝડપાયો હતો.થોડા દિવસ પહેલા એક નાગરિકે નયન મહેતા  સામે લાંચ માંગી હોવાની ફરિયાદ કરી હતી. જેને પગલે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી.ગત 9મી એપ્રિલના રોજ આરોપી નયન ફરિયાદી પાસેથી રૂ.15 લાખની માંગણી કરી અને લાંચના નાણાં સ્વીકારતા ઝડપાયો હતો. એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવીને આરોપી નયનને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. 

એસીબીની ટીમ દ્વારા આરોપીના ઘરની ઝડતી તપાસ કરતા રોકડા રૂ.4,22,100 મળી આવ્યાં હતા. એસીબીની ટીમે શંકાને આધારે સેશન્સ કોર્ટમાં આરોપીના રીમાન્ડની માંગ કરી હતી. જેને પગલે નામદાર સેશન્સ કોર્ટે તારીખ 12 એપ્રિલ 2022ના રિમાન્ડ મંજુર કર્યાં હતા. રિમાન્ડ દરમિયાન એસીબીએ ઉંડાણપૂર્વકની પૂછપરછ કરતા આરોપી નયન તેમજ તેમની પત્નિના અને પુત્રીના નામે બેંકમાં પાંચ લોકર હોવાનો ખુલાસો થયો હતો.

એસીબીએ કરેલી તપાસમાં એસબીઆઈ, યુનિયન બેંક, બેંક ઓફ બરોડાના લોકરોમાંથી રોકડ રૂ.24, 60,115, સોનાના દાગીનાની કિંમત રૂ. 47,91,130 ચાંદીના દાગીનાની કિંમત રૂ.2,05,525, પ્લેટેનીયમના દાગીનાની કિંમત રૂ. 6,70,850, કેનેડીયન 100 ડોલરની 5 નોટો એમ કુલ મળી રૂ. 81,27,620નો મુદ્દામાલ મળી આવ્યો છે. આ એસીબીની કાર્યવાહીમાં મળી આવેલી સૌથી મોટી રકમ છે. એસીબીએ સોના-ચાંદી-પ્લેટીનમ દાગીના, કેનેડીયન 100 ડોલરની 5 પાંચ નોટો તથા રોકડ નાણાં મળી કુલ રૂ. 81, 27,620નો મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેને કારણે અન્ય લાંચિયા અધિકારીઓમાં પણ ફફડાટ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch