Gondal Nagarik Sahakari Bank Election Result 2024: ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારોના સૂપડાં સાફ થઈ ગયા છે. ભાજપ પ્રેરિક પેનલનો જયજયકાર થતાં સમર્થકોએ ઢોલ-નગારાં વગાડી, ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો. હાલ જૂનાગઢના કેસમાં જેલમાં રહેલા ગણેશ ગોંડલનો વિજય થતાં ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચૂંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે. ગણેશ જેલમાં હોવા છતાં જીત મેળવી છે.
ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીની મતગણતરી રવિવારે રાત્રે 8:30 કલાકે શરૂ થઈ હતી. મતગણતરીની શરૂઆતથી જ ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યાં હતા. પરિણામ જાહેર થતાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો. જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ બરકરાર રહ્યું છે. બેંકના ચેરમેન અશોક પીપળિયાએ જે રીતે વહીવટ કર્યો તે ભાજપ પ્રેરિત પેનલ માટે જીતનું મહત્વનું પરિબળ સાબિત થયું હતું.
ભાજપ પ્રેરિત પેનલમાં અશોક પીપળીયાને સૌથી વધુ 6377, હરેશ વડોદરિયાને 6000, ગણેશ ગોંડલને 5999, ઓમદેવસિંહ જાડેજાને 5947 મત મળ્યાં હતા. કોંગ્રેસ પ્રેરિત પેનલમાં યતિષ દેસાઈને સૌથી વધુ મત મળ્યાં હતા. યતિષ દેસાઈને 3527 મત મળ્યાં હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
દેશમાં વન નેશન, વન ઇલેક્શન મંજૂર: 191 દિવસમાં તૈયાર કરાયેલા રિપોર્ટમાં આપવામાં આવ્યાં છે આ સૂચનો | 2024-09-18 18:57:23
ડસ્ટબિનમાંથી મળ્યું અંદાજે 56 લાખ રૂપિયાનું સોનુ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કર્મચારીએ દેખાડી ઇમાનદારી | 2024-09-18 12:04:25
J&K Election: જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન, મહિલા મતદારોમાં વિશેષ ઉત્સાહ- Gujarat Post | 2024-09-18 11:39:45
US Elections 2024: આગામી સપ્તાહે પીએમ મોદી સાથે મુલાકાત કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, ચૂંટણી પ્રચારમાં થઈ જાહેરાત- Gujarat Post | 2024-09-18 11:36:42
લેબનોન પેજર બ્લાસ્ટમાં 9 લોકોનાં મોતથી ઇઝરાયેલ સામે હિઝબુલ્લા લાલઘૂમ, ઈરાનના રાજદૂત પણ બન્યાં બ્લાસ્ટનો શિકાર | 2024-09-18 09:03:02
નવી એક અફવા....સીએમ ભૂપેન્દ્ર પટેલ એક મહિના માટે રજા પર જવાના છે તેવી અફવા સામે હર્ષ સંઘવીએ આપી ચેતવણી | 2024-09-17 20:35:30
રાજકોટઃ સ્વ.કેશુભાઈ પટેલની પુણ્યતિથી પર આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા યોજાશે વિશાળ સ્મરણાંજલી સભા | 2024-09-17 19:11:34
જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખે હપ્તાખોરી કરી, ભાજપથી નારાજ જવાહર ચાવડાનો પીએમ મોદીને પત્ર | 2024-09-17 14:26:49
સુરેન્દ્રનગરના 55 વર્ષના આ સરકારી બાબુએ લાંચ લીધી અને ગુજરાત ACB એ ઝડપી લીધા | 2024-09-17 14:00:33
જેલમાં બંધ ગણેશ ગોંડલનું વર્ચસ્વ ખતમ થશે કે પછી... આજે ગોંડલ નાગરિક બેંકના પરિણામ પર નજર- Gujarat Post | 2024-09-15 12:00:27
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને MLA રીવાબાએ ગણેશ પંડાલમાં બનાવ્યાં લાડુ | 2024-09-15 10:02:36
Rajkot News: રાજકોટમાં રજૂઆત કરવા આવેલા ભાજપના જ નેતાને પાટીલથી રખાયા દૂર, બહારથી જ રવાના કરી દેવામાં આવ્યાં- Gujarat Post | 2024-09-07 14:04:47