Sun,17 November 2024,4:12 pm
Print
header

ગેંગસ્ટર રવિ પૂજારીને અમદાવાદ લાવવામાં આવશે, ક્રાઈમ બ્રાંચની ટીમ બેંગ્લોરથી રવાના

અમદાવાદઃ ગેંગસ્ટર રવિ પૂજારીને અમદાવાદ લાવવામાં આવશે. અમદાવાદ ક્રાઈમબ્રાંચે રવિ પૂજારીની કસ્ટડી લઇ લીધી છે. બોરસદ ખંડણી કેસમાં રવિ પૂજારીની કસ્ટડી મેળવવામાં આવી છે. રવિ પૂજારીને 21 જાન્યુઆરી 2019માં પશ્ચિમ આફ્રિકાથી ઝડપવામાં આવ્યો હતો. પૂજારી સેનેગલમાં એન્ટોની ફર્નાડિસના નામથી રહેતો હતો. તે સમયે કર્ણાટક પોલીસે રવિ પૂજારીની કસ્ટડી લીધી હતી.ખંડણીખોર રવિને બેંગલોરથી લઈને અમદાવાદ આવવા ટીમ રવાના થઈ ગઇ છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.  એરપોર્ટથી રવિ પુજારીને સીધો જ ક્રાઈમ બ્રાન્ચ લઈ જવાશે.

માહિતી અનુસાર અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીએ વિદેશથી ફોન કરીને ગુજરાતના ઉદ્યોગપતિ, ધારાસભ્યો સહિત 20 લોકો પાસે કરોડોની ખંડણી માંગી હતી,ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, ભૂતપૂર્વ ધારાસભ્ય જીતુ પટેલ અને પુજા વંશ સહિત અમદાવાદની 12 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જેમને આરોપીએ ધમકી આપી હતી, ઉપરાંત અમૂલ ડેરીના એમડી સોઢીને પણ ફોન કરીને કરોડો રુપિયાની ખંડણી માંગીને ધમકી આપી હતી. આ તમામ ગુના નોંધીને પોલીસે તપાસ આરંભી હતી. હવે ગુજરાત પોલીસ વર્ષોથી પોલીસને હાથતાળી આપીને નાસતા અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને અમદાવાદ લાવવા તૈયારીઓ શરૂ કરી છે. અમદાવાદના બિલ્ડર પાસે 5 કરોડ રૂપિયા માગ્યા હતા, આણંદના પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ કરાવ્યું હતું, ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીને પણ ધમકી આપી હતી.

રવિ પુજારીએ કરોડો રૂપિયાની ખંડણી લોકો પાસેથી ઉઘરાવી હતી. રવિની આફ્રિકાથી ધરપકડ કરાઇ હતી હાલમાં છેલ્લે તે મહારાષ્ટ્રની જેલમાં બંધ હતો. અમદાવાદ સહિત ગુજરાતના અનેક ગુનાઓમાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ રવિ પુજારીની કસ્ટડી લેવા માટે મહારાષ્ટ્ર પહોંચી છે ટ્રાન્ઝિક્ટ રિમાન્ડને આધારે તેની કસ્ટડી મંગાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch