Sat,16 November 2024,10:10 am
Print
header

એ હાલો.. આપણા ગરબાને મળી શકે છે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ ટેગ- Gujarat Post

(ફાઈલ તસવીર)

ગરબા શબ્દ ગર્ભ દીપમાંથી આવ્યો હોવાનું કહેવાય છે

યુનિસ્કોની ટેગ દ્વારા આ કલ્ચરલ હેરિટેજનું પ્રોટેકશન થશે

ભગવાન કૃષ્ણના સમયથી ગરબા થતા આવે છે

અમદાવાદ: ગુજરાતના ગરબા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. બોલિવૂડ ફિલ્મોમાં પણ ગરબા ગવાય છે. હવે યુનાઈડેટ નેશન્સ એન્ડયુકેશલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ (યુનેસ્કો) દ્વારા ગરબાને કલ્ચરલ હેરિટજ ઓફ હ્યુમનિટી (આઈસીએચ) ટેગ મળી શકે છે.

ભારત સરકારના સાંસ્કૃતિ મંત્રાલય દ્વારા એક ડોઝિયર બનાવવામાં આવી રહ્યું છે, જેને ચાલુ મહિનાના અંત સુધીમાં યુનેસ્કોમાં સબમિટ કરાવવામાં આવશે. આ માટે સંગીત નાટક અકાદમી દ્વારા એમએસ યુનિવર્સિટીની પ્રોજેક્ટ ટીમને કામગીરી સોંપવામાં આવી છે. મંત્રાલયના અધિકારીઓ ગત સપ્તાહે વડોદરા આવ્યાં હતા અને પ્રોજેક્ટ ટીમ સાથે ચર્ચા કરી હતી.

દિલ્હીથી આવેલી ટીમ ત્રણ દિવસ રોકાઈ હતી. યુનેસ્કોર માટે તૈયાર કરવામાં આવતાં ડોસિયરના ભલામણ પત્રમાં ટીચર્સ, રિસર્ચર્સ, એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના સ્કોલર્સ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.રાજ્યમાં વિવિધ લોકો પાસેથી પણ આ અંગે સૂચનો માંગવામાં આવ્યા છે.

જો ગરબાને યૂનેસ્કો દ્વારા મંજૂરી આપવામાં આવશે તો નવરાત્રિ દરમિયાન પહેરવામાં આવતા ચણીયાચોળી, ઘાઘરા અને કેડિયા પણ ગુજરાતના પ્રથમ ઈન્ટેનજિબલ કલ્ચરલ હેરિટજ બનશે. જે ગુજરાત માટે ગૌરવની વાત હશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch