Fri,15 November 2024,4:00 pm
Print
header

જોધપુરમાં લગ્ન પ્રસંગમાં ગેસ સિલિન્ડર ફાટ્યા, વરરાજા સહિત 60 લોકો દાઝ્યાં, 5 લોકોનાં મોત

રાજસ્થાનઃ હાલ ગુજરાત સહિત દેશમાં લગ્નની સીઝન ચાલી રહી છે. આ દરમિયાન જોધપુરના શેરગઢમાં લગ્ન સમારોહ દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ હતી. અહીં ગેસ સિલિન્ડર વિસ્ફોટને કારણે 60 લોકો દાઝી ગયા હતા. ગામ લોકોએ જેમ તેમ કરી આગને કાબૂમાં લીધી હતી. આગની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. આગની લપેટમાં વરરાજાના માતા-પિતા અને બહેન પણ આવી ગયા હતા. બહેનની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. દુર્ઘટનામાં બે બાળકોના મોત થયા છે.

જોધપુરના શેરગઢ વિધાનસભા ક્ષેત્રના ભુંગરા ગામમાં એક લગ્ન સમારંભ દરમિયાન 6 ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયા હતા. ગેસ સિલિન્ડર વિસ્ફોટને કારણે ઘરમાં હાજર 60 મહિલાઓ, પુરુષો અને બાળકોને દાઝી જવાથી ઇજાઓ પહોંચી હતી.અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થતાં લગ્ન પ્રસંગમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.ચીસો પાડીને ઘાયલ લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક ગામલોકોએ આગને કાબૂમાં લીધી હતી. આગની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા.

ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તા અને ગ્રામ્ય એસપી અનિલ કયાલ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલને એલર્ટ મોડ પર રાખવામાં આવી હતી. પોલીસ દ્વારા ટ્રાફિકની વ્યવસ્થા રિમોટથી કરવામાં આવી હતી. જેથી એમ્બ્યુલન્સના આગમનમાં કોઈ તકલીફ ન પડે.ગેસ સિલિન્ડરના અચાનક વિસ્ફોટને કારણે 60 મહેમાનો મહિલાઓ, પુરુષો અને બાળકો આગમાં ફસાઈ ગયા હતા.ગંભીર રીતે દાઝી ગયેલા 42 લોકોને જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તૈયાર ઊભેલી મેડિકલ ટીમે તેની સારવાર શરૂ કરી દીધી છે. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ અને દર્દનાક છે. 8થી 10 મહિલાઓ, બાળકો અને પુરુષો 90 ટકા દાઝી ગયા છે. આ સાથે જ 30 મહિલાઓ, પુરુષો અને બાળકો 50 ટકાથી 70 ટકા દાઝી ગયા છે.  

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch