Fri,15 November 2024,11:03 pm
Print
header

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને મળ્યાં ગૌતમ અદાણી, જાણો શું વાયદો કર્યો ? Gujaratpost

16 ડિસેમ્બર સુધી ઝારખંડના થર્મલ પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને વીજળી પૂરી પાડશે

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સાથે કરી મુલાકાત

નવી દિલ્હીઃ અદાણી ગ્રૂપની કંપની અદાણી પાવર ડિસેમ્બર મહિનાથી બાંગ્લાદેશમાં વીજળીનો સપ્લાય શરૂ કરશે. કંપની ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં 1600 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને વીજળી પૂરી પાડશે. હાલમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની મુલાકાતે છે. આ વખતે જ પીએમ મોદીના નજીકના ગણાતા ગૌતમ અદાણીની શેખ હસીના સાથે આ મુલાકાત થઇ છે.

તેમની મુલાકાત બાદ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ડિસેમ્બરથી વીજળીનો પુરવઠો શરૂ કરવાની વાત કરી છે. અદાણી પાવર બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB)ને ટ્રાન્સમિશન લાઇન દ્વારા વીજળી સપ્લાય કરશે.

ગૌતમ અદાણીએ બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાને મળીને કહ્યું કે તેમની કંપની 16 ડિસેમ્બર સુધી ઝારખંડના થર્મલ પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને વીજળી પૂરી પાડશે.બાંગ્લાદેશમાં, 16 ડિસેમ્બરને બિજોય દિવસ (વિજય દિવસ) તરીકે ઉજવવામાં આવે છે.અદાણીએ સોમવારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને મળ્યાં પછી ટ્વિટ કર્યું, "અમે અમારા 1600 મેગાવોટના ગોડ્ડા પાવર પ્રોજેક્ટ અને બાંગ્લાદેશને 16મી ડિસેમ્બર 2022ના રોજ વિજળી પરિયોજના સમર્પિત ટ્રાન્સમિશન લાઇન શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છીએ."

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch