Sat,21 September 2024,3:16 am
Print
header

ગાઝિયાબાદમાં મુસ્લિમ યુવકોએ હિન્દુ યુવકની શિખા કાપી અને પછી લાકડીથી ફટકાર્યો- Gujarat Post

(CCTVમાંથી લીધેલો સ્ક્રીનશોટ)

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં નજીવી તકરારને કારણે અન્ય સમુદાયના યુવકોએ યુવકની શિખા કાપી નાખી હતી અને તેને માર માર્યો હતો, પીડિત યુવકે ક્રોસિંગ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. મળતી માહિતી મુજબ, આ વિસ્તારમાં રહેતા એક હિંદુ યુવકનો થોડા દિવસો પહેલા પાડોશમાં રહેતા બે મુસ્લિમ અને એક હિંદુ યુવક સાથે ઝઘડો થયો હતો

પીડિત યુવકે જણાવ્યું કે નજીવી તકરારને કારણે બંને મુસ્લિમ યુવકોએ તેની શિખા કાપી નાખી હતી અને પછી ત્રીજા યુવકે તેની સાથે મારપીટ પણ કરી. પીડિત યુવકનું નામ રાજકુમાર છે, જે ક્રોસિંગ પોલીસ સ્ટેશન વિસ્તારના સેન બિહાર વિસ્તારનો રહેવાસી છે. ગત 31મીએ આ જ વિસ્તારમાં રહેતા બાબુ પુત્ર જબ્બાર, છોટા બાબુ અને અમર નામના યુવકો સાથે તેનો ઝઘડો થયો હતો.

તે સમયે નજીકમાં રહેતા લોકોએ સમજાવટ બાદ તેને આરોપી સાથે સમાધાન કરાવ્યું હતું. યુવક સાથેના ઝઘડામાં તેને પણ ઈજા થઈ હતી, જેના કારણે યુવકે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. પરંતુ રવિવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ રાજકુમાર ઘરની બહાર ફરવા નીકળ્યો ત્યારે તે ત્રણ યુવકોએ તેને ઘેરી લઈને તેની શિખા કાપી નાખી હતી, ત્યારબાદ ત્રીજા મિત્ર અમર સાથે મળીને તેને લાકડીઓ વડે માર માર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

પીડિતના કહેવા મુજબ, ઈજાની સાથે તેની ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચી છે. આરોપીએ તેની સાથે મારપીટ કર્યાં બાદ તેની માતાને પણ ગાળો આપી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. ગાઝિયાબાદના એસપી સુનીલ કુમાર સિંહ મુજબ પોલીસે મામલો નોંધ્યો છે અને તપાસ શરૂ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch