Thu,14 November 2024,12:00 pm
Print
header

સોનાના સ્મગલિંગમાં દુબઇ જવાનો-રહેવાનો બધો ખર્ચ અપાય છે...સોનું લાવનારને કમિશન પણ મળે છે- Gujarat Post

અમદાવાદઃ ક્રાઇમ બ્રાંચની ટીમે દુબઇથી દાણચોરીનું સોનું લઇને આવેલા એક શખ્સ અને તેના સાથી સોનીની ધરપકડ કરી તેમની પાસેથી દાણચોરીના સોના સહિત 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો છે. દાણચોરીના સોના સાથે ઝડપાયેલો જીગ્નેશ તેની પત્ની શિલા સાથે સોનું લેવા દુબઇ ગયો હતો અને આંતરવસ્ત્રોમાં સોનાની પેસ્ટ છુપાવીને લાવ્યો હતો. તેણે પોતાના મિત્ર કેતન સોનીને આ સોનું આપી દીધું હતું. ક્રાઇમ બ્રાંચે કેતન અને જીગ્નેશને ઝડપી લીધા છે.તેમની પૂછપરછમાં ઘણા કનેક્શન ખુલે તેવી સંભાવના છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટ એ.ડી પરમારને બાતમી મળી હતી કે અમદાવાદનું એક દંપત્તિ દુબઇથી દાણચોરીનું સોનું લઇને આવ્યું છે. જેની તપાસ કરતાં પીએસઆઇ વિજયસિંહ ગોહિલ, ભવાનીસિહ, કુલદિપસિંહ તથા રવિરાજસિંહે તરત જ જીગ્નેશ ઉર્ફે જીગર ભીખાભાઇ રાઠોડ અને કેતન હર્ષદભાઇ સોનીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા રૂપિયા 45 લાખ, 546 ગ્રામ સોનાની પટ્ટી, બે આઇફોન, દુબઇનું ચલણી નાણું દીરહાન મળીને કુલ 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

  • અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 80 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા
  • સોનાની દાણચોરીમાં નવો ઘટસ્ફોટ
  • દંપત્તિને દુબઇ આવવા જવાનો ખર્ચ મળ્યો હતો
  • હોટલમાં રહેવનો ખર્ચ પણ આપવામાં આવ્યો હતો

પોલીસે દાણચોરીની મોડેસ ઓપરેન્ડી જાણવા માટે તપાસ કરતાં જાણવા મળ્યું કે અમદાવાદના જયેશ સોનીએ જીગ્નેશને સોનું લેવા માટે પત્ની શીલા સાથે દુબઇ મોકળ્યો હતો. જેમાં તેમનો દુબઇ જવા આવવાનો, હોટલમાં રોકાવાનો ખર્ચ અને એક ટ્રીપના 25 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. જેને પગલે જીગ્નેશ અને શીલા દુબઇ પહોંચીને નીલ હોટલમાં ત્રણ દિવસ રોકાયા હતા.

જયેશ સોનીનો માણસ ચેતન ચૌધરી દુબઇની હોટલ પર પહોંચીને સોનાની પેસ્ટ ભરેલા આંતર વસ્ત્રો આપી ગયો હતો. જે ધારણ કરીને જીગ્નેશ અને શીલા ચોક્કસ ફ્લાઇટમાં મુંબઇ ઇન્ટરનેશલ એરપોર્ટ પર પહોંચ્યાં હતા.જ્યાં તેમની ગોઠવણ હોવાથી ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ક્લિયરન્સ પાસ કરીને હેમખેમ બહાર આવી ગયા હતા.

મુંબઇથી ટ્રેનમાં સુરત પહોંચી વોલ્વોમાં અમદાવાદ પહોંચ્યાં હતા. આટલું રિક્સ લીધા બાદ આ સોનું જયેશને આપવાના બદલે જીગ્નેશ અને શીલાએ જુઠાણું ચલાવ્યું હતુ કે તેમની પાસેથી સોનું લુંટાઇ ગયું છે. જીગ્નેશે આ સોનાની પેસ્ટ પોતાના સોની મિત્ર કેતન હર્ષદભાઇ સોનીને આપીને પુરતી પ્રોસેસ કરીને તેમાંથી શુદ્ધ સોનું અલગ કાઢી આપ્યું હતું. જેમાંથી તેમણે 45 લાખ રૂપિયાનું સોનું વેચી દીધું હતું અને બાકીનું કેનત સોની પાસે હતું.

હવે ક્રાઇમ બ્રાંચની ટીમે કેતન અને જીગ્નેશને ઝડપીને સોનાના પતરા સાથે 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.દાણ ચોરીમાં અન્ય કોઇ લોકોની સંડોવણી છે કે કેમ તેની તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch