Sat,16 November 2024,8:04 am
Print
header

વનરક્ષક પરીક્ષાનું પેપરનો કેસ માત્ર કોપી કેસ હોવાનો મંત્રી જીતુ વાઘાણીનો દાવો- Gujarat post

જો પેપર લીક થયું હોય તો 4 લાખ કરતાં વધુ પરીક્ષાર્થીઓની વધશે ચિંતા

પરીક્ષાર્થી બાથરૂમના બહાને બહાર ગયો હતો અને પરત આવતા તેની પાસે જવાબો સાથેનું લેટરપેડ હતું

ગાંધીનગર: વનરક્ષક પરીક્ષાનું પેપર લીક કરાયું હોવાના આરોપ લાગ્યા છે. પેપર લીક થયું હોવાની શંકાને પગલે 4 લાખ કરતાં વધુ પરીક્ષાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગુજરાત યુનિવર્સિટીએ પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું, પરીક્ષા લેવાની જવાબદારી વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષકના કાર્યાલયની હતી. 11 વાગ્યે શરૂ થયેલી પરીક્ષા 2 વાગ્યે પૂરી થવાની હતી. હવે આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે કે કોપી કેસને પેપરલીક ગણાવી સરકારને બદનામ કરવાનું આ ષડયંત્ર છે. તેમને પેપર લીકનો ઈનકાર કર્યો છે. 

એક પરીક્ષાર્થીઓનો દાવો છે કે કાપલીમાં એ તમામ સવાલોના જવાબ હતા જે પ્રશ્નપત્રમાં પૂછાયા હતા.અને એટલે જ અનેક સવાલ શરૂ થયા.અન્ય પરીક્ષાર્થીઓએ હોબાળો કરી સતત રજૂઆત કરતાં પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી. જો કે આ તમામની વચ્ચે પેપર લીક થયાની ચારેકોર ચર્ચાં થવા લાગી હતી. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી તરફથી મીડિયા પર આજ પ્રકારની પ્રતિક્રિયા આવવા લાગી હતી. કેમ કે સંસ્થાનું લેટરપેડ વપરાયું હતું. આ સંજોગોમાં પોલીસે તપાસ શરૂ કરી છે.

કોઈ પણ પ્રકારનું પેપર લીક થયાની નહીં, પરંતુ આ કોપીનો કેસ હોવાનો સરકારનો દાવો છે. પરીક્ષાર્થી બાથરૂમના બહાને બહાર ગયો હતો અને પરત આવતા તેની પાસે જવાબો સાથેનું લેટરપેડ ક્યાંથી આવ્યું તેની પણ તપાસ થઇ રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ પેપર ફૂટી ગયાનો મજબૂત દાવો કર્યો છે.

જો કે મહેસાણા SP એ પેપર ફૂટ્યાંની વાતનો ઇનકાર કરીને કહ્યું છે કે આ માત્ર કેટલાક જ ઉમેદવારોને ફાયદો કરાવવાનું ષડયંત્ર હતું અને માત્ર પેપરનો ફોટો પડાયો હતો, અન્ય કોઇ સેન્ટરમાં પેપર ફૂટ્યાંની વાત માત્ર અફવા છે. આ કેસની વધુ તપાસ થઇ રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch