Thu,14 November 2024,12:31 pm
Print
header

GST ના ખોટા બિલો બનાવનારા કૌભાંડીઓ પર મોટો સકંજો, હવે ED પણ PMLA હેઠળ કરશે તપાસ- Gujarat Post

નવી દિલ્હીઃ કરોડો રૂપિયાની જીએસટી ચોરી અટકાવવા મોદી સરકારે મોટું પગલું ભર્યું છે. હવે સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્કને PMLA હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે, જે માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. એટલે કે હવે ED, GST સંબંધિત બાબતોમાં સીધો હસ્તક્ષેપ કરી શકશે. GST ચોરી કરનારી પેઢી, વેપારી અથવા સંસ્થાઓ સામે ED સીધી કાર્યવાહી કરી શકશે.

સૌથી વધુ જીએસટી બિલિંગ કૌભાંડો ગુજરાતમાં થયા

ખોટી બિલોથી આઇટીસી લઇને સરકારી તિજોરીને કરાય છે નુકસાન

કૌભાંડીઓ સામે થશે મોટી કાર્યવાહી

સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ જીએસટી નેટવર્કના ડેટાની સંપૂર્ણ માહિતી EDને આપવામાં આવશે. નોટિફિકેશન પીએમએલએની કલમ 66(1)(iii) હેઠળ ED અને GSTN વચ્ચે માહિતીની વહેંચણી સંબંધિત છે.પીએમએલએ એક્ટ ટેરર ફંડિંગ અને ડ્રગ્સની હેરાફેરી જેવા દુષણોનો સામનો કરવા માટે લાવવામાં આવ્યો હતો.  

મની લોન્ડરિંગ અટકાવવા અને તેમાં સામેલ સંપત્તિઓ જપ્ત કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત સરકારને ગેરકાયદેસર રીતે કમાયેલી મિલકતો જપ્ત કરવાનો અધિકાર છે. આ કાયદો વર્ષ 2002માં પસાર કરવામાં આવ્યો હતો. જો કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અથવા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 1 જુલાઈ 2005ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જીએસટી લાગુ થયાને 6 વર્ષ થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન, કરદાતાઓની સંખ્યા 2017 કરતા બમણી થઈ ગઈ છે અને હવે લગભગ 1.4 કરોડ કરદાતા છે.  

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch