Sun,17 November 2024,3:17 am
Print
header

ગૃહ રાજ્યમંત્રી સાથેની બેઠક સકારાત્મક રહ્યાંનો પોલીસ પરિવારનો દાવો

પોલીસકર્મીઓના આંદોલનમાં ગેરશિસ્તને લઇને કરાશે તપાસ

ગાંધીનગરઃ પોલીસનું ગ્રેડ પેનું આંદોલન  સમેટાયુ હોય તેમ લાગી રહ્યું છે.પોલીસ કર્મચારીઓના પરિવાજનોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી.ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ પરિવારજનોને ખાતરી આપી કે અમારી સરકાર સકારાત્મક છે, આ અમારા પણ પરિવારનો વિષય છે. તેથી પરિવારના રહીને પરિવારનો વિષય ઝડપથી ઉકેલીશું. આ મુદ્દાનું નિવારણ લાવવા માટે એક કમિટિ બનાવાશે. જેમાં એક GAD, ફાઈનાન્સ અને એક પોલીસમાંથી સભ્ય બનાવાશે.

મીટિંગ બાદ પોલીસ પરિવારજનો પણ સંતુષ્ટ દેખાયા હતા, આ મુદ્દાનું હકારાત્મક પરિણામ આવશે તેવી આશા સાથે તેઓ ગૃહ રાજ્યમંત્રીની ઓફિસમાંથી બહાર નીકળ્યાં હતા. આ મુલાકાત પછી પોલીસ પરિવારે સરકાર હકારાત્મક હોવાનું જણાવ્યું હતું.

પોલીસ ગ્રેડ પેના આંદોલનમાં પોલીસ પરિવારો જોડાયા હતા. ગુજરાતના અનેક શહેરોમાં ગ્રેડ પે આંદોલનનો મુદ્દો ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ પરિવારજનો એ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ આંદોલનમાં પોલીસ બાળકો પણ જોડાયા હતા. જેમણે પોતાના પિતાના પગાર વધારાની માંગણી કરી હતી.

ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ પરિવારો વચ્ચે લગભગ 20 થી 25 મિનીટ સુધી બેઠક ચાલી હતી.તે બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગ્રેડ પે મામલે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. પોલીસ પરિવારજનો દ્વારા મુકવામાં આવેલા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch