Fri,15 November 2024,6:06 pm
Print
header

Part-1, GST વિભાગના એક ઉચ્ચ અધિકારી સામે CBI તપાસ જરૂરી, બોગસ બિલિંગના કૌભાંડીઓ સાથે મળીને બનાવી કરોડો રૂપિયાની જમીનો- Gujarat Post

મહેશ આર પટેલ, એડિટર 

પુરાવા હોય તો તમે પણ સીબીઆઇમાં કરી શકો છો ફરિયાદ 

અનેક વેપારીઓને દમ મારીને પડાવ્યાં છે રૂપિયા

મોહમંદ ટાટા પાસેથી હપ્તો જતો હોવાની ચર્ચાઓ 

અમદાવાદઃછેલ્લા ઘણા સમયથી સ્ટેટ જીએસટી વિભાગના એક ઉચ્ચ અધિકારીનો આતંક વધી રહ્યો છે, અનેક વેપારીઓને ધાક ધમકી આપીને અને બોગસ બિલિંગનું રેકેટ ચલાવનારાઓ ગુંડા તત્વો પાસેથી રૂપિયા પડાવાઇ રહ્યાં છે.આ ભ્રષ્ટ અધિકારીએ હાલમાં જ ગાંધીનગરના દહેગામ નજીક કરોડો રૂપિયાની જમીન ખરીદી હોવાની ચર્ચાઓ છે.બોગસ બિલિંગના કિંગ મોહંમદ ટાટા અને અન્ય કૌભાંડીઓ સાથે મળીને એક વ્યવસ્થિત કૌભાંડ ચલાવાઇ રહ્યું છે.આ ભ્રષ્ટ અધિકારી અનેક બોગસ બિલિંગના કૌભાંડો કરનારાઓ સાથે જોડાયેલા હોવાનું તેમની જ ઓફિસના કેટલાક કર્મચારીઓનું કહેવું છે.

એક વેપારીને દમ મારીને કરોડો રૂપિયા પડાવ્યાંના આક્ષેપ 

અગાઉ પણ અનેક વખત ભ્રષ્ટાચારના કેસોમાં આ અધિકારીનું નામ આવી ચુક્યું છે, તેમ છંતા કોઇનો ડર રાખ્યાં વગર તેઓ ભ્રષ્ટાચારના પૈસે પોતાની સંપત્તિઓ વસાવી રહ્યાં છે. થોડા સમય પહેલા એક આરોપીને દમ મારીને આ અધિકારીએ અંદાજે 3.65 કરોડ રૂપિયા ખંખેર્યાં હોવાની ચર્ચાઓ છે, અમે રૂપિયા આપનાર વ્યક્તિનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેને ડરને કારણે મીડિયા આગળ કંઇ બોલવાની ના પાડી દીધી હતી. જો કે આ વ્યક્તિએ ન્યાય મેળવવા માટે હવે સીબીઆઇ જેવી એજન્સીઓનો સંપર્ક કરવો જોઇએ.

રિયલ એસ્ટેટમાં કરોડો રૂપિયાનું રોકાણ

આ અધિકારી અમદાવાદ નજીક એક ભવ્ય ફાર્મ હાઉસ ધરાવે છે અને દહેગામમાં થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાની જમીન અન્ય વ્યક્તિના નામ ખરીદી છે, અમદાવાદ પૂર્વમાં અનેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં તેમના કાળા રૂપિયા રોકાયેલા છે.

દિલ્હી સુધી થઇ છે ભ્રષ્ટાચારની ફરિયાદો 

આ અધિકારી સામે દિલ્હી સુધી અનેક વખત ફરિયાદો થઇ છે, જો કે હવે એવું પણ જાણવા મળ્યું છે કે સરકારના કેટલાક ઉચ્ચ અધિકારીઓ આ ભ્રષ્ટ અધિકારી સામે ફાઇલ તૈયાર કરી રહ્યાં છે અને ટૂંક સમયમાં જ આ ખંડણીખોરને હટાવી નાખવામાં આવે તેવી શક્યતા છે.

હવે પ્લાનિંગ મુજબ થઇ શકે છે ધરપકડના નાટકો 

મોહમંદ ટાટા જેવા બોગસ બિલિંગના કૌભાંડીની ધરપકડ કરાવીને વિભાગમાં સારૂ દેખાડવાના પ્રયાસો થઇ શકે છે, પોતાની છબી બચાવવા આ અધિકારી હવે આરોપીઓને જેલમાં નખાવવાના પ્લાનિંગમાં લાગ્યા છે.પરંતુ જીએસટી વિભાગમાં ચાલતા કૌભાંડો જગ જાહેર છે, હવે ભાજપ સરકારે પણ આ મામલે કંઇ વિચારવું જોઇએ. ગુજરાતમાં હજારો કરોડ રૂપિયાના બોગસ બિલિંગના કૌભાંડો થયા છે, પરંતુ આરોપીઓ પાસેથી રિકવરીના આંકડા માત્ર નામના છે. કૌભાંડનો આંકડો કરોડોમાં છે અને રિકવરી માત્ર દેખાડવા પુરતી જ છે. 

ભ્રષ્ટ અધિકારીઓ સામે થઇ ચૂકી છે કાર્યવાહી

હવે જો તમે વધારે પુરાવા આપો છો તો ભાજપ સરકારમાં આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી થઇ રહી છે, થોડા સમય પહેલા જ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે.રાજેશ સામે સીબીઆઇએ મોટી કાર્યવાહી કરી છે. હથિયારોના લાયસન્સમાં લાખો રૂપિયાની લાંચના પુરાવાને આધારે તેમની સામે કાર્યવાહી કરાઇ હતી. ત્યારે અહીં તો જીએસટીના આ અધિકારી કરોડો રૂપિયા બનાવી ચુક્યાં છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch