ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1 હજારથી વધુ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. કોરોના સંક્રમણથી આજે એક દર્દીનું મોત થઇ ગયું છે. આજે 1,52,072 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં કુલ 8,18,755 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.31 ટકાએ પહોંચ્યો છે. 103 દર્દીઓ રિકવર થયા છે. જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 3927 છે. જે પૈકી 11 વેન્ટીલેટર પર છે, 3916 દર્દીઓ સ્ટેબલ છે. 8,18,755 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. કુલ 10119 દર્દીઓના મોત નિપજ્યાં છે. આજે નવસારીમાં 1 મોત થયું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 559, સુરત કોર્પોરેશનમાં 156, વડોદરા કોર્પોરેશનમાં 61, રાજકોટ કોર્પોરેશનમાં 41, આણંદ 39, ખેડામાં 39, કચ્છ 22, વલસાડ 21, રાજકોટ 20, ગાંધીનગર કોર્પોરેશનમાં 17, ગાંધીનગર 9, નવસારી 9, મોરબી 8, સુરત 8, ભરુચ 7, દાહોદ 6, સાબરકાંઠા 6, વડોદરા 6, જામનગર કોર્પોરેશનમાં 5, અમરેલી 4, ભાવનગર કોર્પોરેશનમાં 4, જૂનાગઢ કોર્પોરેશનમાં 4, ગીર સોમનાથ 3, જૂનાગઢ 3, મહેસાણા 3, જામનગર 2, મહીસાગર 2, તાપી 2, અરવલ્લી 1, બનાસકાંઠા 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 નવો કેસ નોંધાયો છે.
હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 2 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 413 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6106 લોકોને પ્રથમ અને 34565 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 19728 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 91258 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,52,072 રસીના ડોઝ અપાયા હતા.અત્યાર સુધીમાં કુલ 8,95,87,417 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40