Mon,18 November 2024,6:07 am
Print
header

તમે ચેતી જજો.. ગુજરાતમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ રેકોર્ડબ્રેક 1640 કેસ નોંધાયા

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે રાજ્યમાં કોરોના વાયરસ આવ્યાં પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1640 નવા કેસ નોંધાયા છે. આ પહેલા 27 નવેમ્બરના રોજ 1607 કેસ નોંધાયા હતા આજે વધુ 4 લોકોના કોરોનાથી  મૃત્યું થયા છે. રાજ્યમાં 1110  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,76,348 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કોરોનાથી રિકવરી રેટ 95.74 ટકા પર પહોંચ્યો છે. હાલ 7847 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકો સ્ટેબલ છે.

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 મળીને કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4454 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1640 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 481, સુરત   કોર્પોરેશનમાં 429, વડોદરા કોર્પોરેશનમાં 139, રાજકોટ કોર્પોરેશનમાં 126, સુરતમાં 54, ખેડા 41, રાજકોટ 26, ભાવનગર કોર્પોરેશન 23, દાહોદ 23, પંચમહાલ 23, જામનગર કોર્પોરેશન 22, વડોદરા 20,  ગાંધીનગર કોર્પોરેશન 19, કચ્છ 17, મોરબી 17, નર્મદા 16, ગાંધીનગર 15, પાટણ 15, ભરૂચ 14, મહેસાણા 12, અમરેલી 10, આણંદ 9, ભાવનગર 9, જૂનાગઢ  કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને નવસારી 8-8 કેસ નોંધાયા હતા.

કેટલા લોકોએ લીધી રસી ?

અત્યાર સુધીમાં કુલ 32,74,493  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે 6,03,693 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,32,831 લોકોને રસી આપવામાં આવી છે. 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,22,186 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા  મળેલ નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch