Fri,01 November 2024,4:55 pm
Print
header

દિવાળીના દિવસે જ જાહેર થઈ શકે છે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ- Gujarat Post

(file photo)

ગુજરાતની પાંચ દિવસની મુલાકાતે આવેલા ચૂંટણી પંચના ડેપ્યુટી ઈલેકશન કમિશનર આજે સાંજે દિલ્હી પરત ફરશે

પીએમ મોદી પણ ગુજરાતનો બે દિવસનો પ્રવાસ પૂર્ણ કરી સાંજે દિલ્હી જશે

22 ઓક્ટોબરે ડિફેન્સ એક્સ્પો પૂરો થયા બાદ ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થવાની સંભાવના

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. તૈયારીઓની પાંચ દિવસીય સમીક્ષા માટે આવેલા ભારતના ચૂંટણી પંચના ડેપ્યુટી ઈલેકશન કમિશનર હૃયેશ કુમાર આજે સુરતમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સમીક્ષા પૂર્ણ કરીને દિલ્હી પહોંચશે, ત્યાર પછી ગમે તે ઘડીએ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.

પીએમ મોદી પણ બે દિવસની ગુજરાત મુલાકાતના અંતે ગુરુવારે સાંજે સુરતથી દિલ્હી પરત જઈ રહ્યાં છે. ગાંધીનગરમાં શરૂ થયેલો ડિફેન્સ એક્સ્પો 22 ઓક્ટોબરે સમાપ્ત થાય છે. તે બાદ ગમે ત્યારે ભારતનું ચૂંટણી પંચ દિલ્હીથી ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે,આ તરફ પાંચ દિવસ જિલ્લા કક્ષાએ ચૂંટણી તૈયારીની સમીક્ષા માટે આવેલા ચૂંટણી પંચના અધિકારીઓ દિલ્હી પરત ફરશે. તેમની આ પ્રક્રિયા બાદ બે-ત્રણ દિવસમાં જ આચાર સંહિતાનો અમલ શરૂ થાય એવી અટકળો થઈ રહી છે.

ડેપ્યુટી ઈલેકશન કમિશનર અને તેમની સાથે દિલ્હીથી આવેલા અધિકારીઓની ટીમે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, પાટણ, સાબરકાંઠા, મહિસાગર, વડોદરાની બેઠકોની સમીક્ષા કરી હતી. હવે દિવાળીના દિવસે કે તેની આસપાસની તારીખે ચૂંટણીની તારીખ જાહેર કરાશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch