Mon,18 November 2024,9:53 am
Print
header

ભાજપ નેતાની ગુંડાગીરી ! MLA મધુશ્રી વાસ્તવે પત્રકારને ઠોકાવી દેવાની આપી ખુલ્લી ધમકી

વડોદરાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ‘શિસ્તબદ્ધ’ ગણાતી ભારતીય જનતા પાર્ટી દ્વારા છ મહાનગરના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યાં છે. જોકે આ વખતે ટિકિટ ન મળતાં નેતાઓને મહિલાએ ખખડાવી નાંખ્યા હોવાની ઓડિયો ક્લીપ પણ વાયરલ થવા સહિત અમુક અનેક જગ્યાઓએ નારાજ કાર્યકરોએ હોબાળો કર્યો છે.દરમિયાન વાઘોડિયાના દબંગ અને વિવાદાસ્પદ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવના પુત્રને ટિકિટ ન મળતાં તેઓ છંછેડાયા છે અને શું બોલવું કે ન બોલવું તેનું ભાન પણ ભુલી ગયા છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ના આપતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તેનો વિવાદ ચાલે છે ત્યાં મધુ શ્રીવાસ્તવે એક પત્રકારને કેમેરા સામે ઠોકાવી દેવાની ખુલ્લી ધમકી આપીને નવો વિવાદ પેદા કર્યો છે. તેઓ હવે ગુંડાગીરી પર ઉતરી આવ્યાં છે.

દીપક શ્રીવાસ્તવના ફોર્મની ચકાસણી માટે કલેક્ટર કચેરીએ આવેલા મધુ શ્રીવાસ્તવ પત્રકારના સવાલથી છંછેડાઈ ગયા હતા. તેમણે કેમેરા સામે જ પત્રકારને કહ્યું હતું કે, સીધેસીધા સવાલ પૂછ નહિંતર હું તને બતાવી દઈશ ને માણસોને કહીને તને ઠોકાવી દઈશ. મધુ શ્રીવાસ્તવે ભાજપ નેતાગીરીને ખુલ્લી ચેલેન્જ પણ આપી છે કે, મારો દીકરો અપક્ષ તરીકે લડશે તો હું તેનો પ્રચાર કરીશ જ. તેમણે ભાજપ નેતાગીરીને ધમકી પણ આપી છે કે, પોતાની દીકરી નિલમ શ્રીવાસ્તવને પણ ભાજપ જિલ્લા પંચાયતમાં ટિકિટ નહીં આપે તો અપક્ષ કે કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડાવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

 

 
https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch