Sat,16 November 2024,4:52 am
Print
header

લોક સાહિત્યકાર અને ભાજપ નેતા યોગેશ બોક્ષાની જીભ લપસી, અપમાનજક શબ્દો બોલતા નોંધાયો ગુનો- Gujarat Post

(ફાઇલ તસવીર)

  • કાર્યક્રમમાં ખલેલ પહોંચતા તેમણે અમે ભાજપ પાર્ટી અને કેસરિયાના કારણે અહીં આવ્યાં છીએ તેમ કહ્યું
  • આટલું બોલી તેમણે અનુસૂચિત જાતિ માટે અપમાનજનક શબ્દપ્રયોગ કર્યો

ભૂજઃ ભાજપ નેતા અને લોકકલાકાર યોગેશ બોક્ષા સામે અનુસૂચિત જાતિ માટે અપમાન જનક શબ્દો બોલવા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યોગેશ બોક્ષા કાર્યક્રમમાં ખલેલ પહોંચતા ઉશ્કેરાઈ ગયા હતા, બોલ્યા હતા કે ભાજપ પાર્ટી અને કેસરિયાને કારણે અમે કલાકારો અહીં આવ્યાં છીએ. તમે કહો છો આમ કરો ,આમ ન કરો તે માટે નહીં, આટલું બોલીને તેમને અનુસૂચિત જાતિ માટે અપમાનજનક શબ્દ પ્રયોગ કર્યો હતો. 

કાર્યક્રમ દરમિયાન યોગેશ બોક્ષાની જીભ લપસી હતી, જેને કારણે તેઓ અનુસૂચિત જાતિ માટે ન ઉપયોગ કરવાનો શબ્દ ઉચ્ચારી ગયા હતા.અનુસૂચિત જાતિ માટે અયોગ્ય શબ્દ ઉચ્ચારતો વીડિઓ વાયરલ થયો છે. ઘટનાને પગલે દલિત સમુદાયના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભૂજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

(અપમાનજક શબ્દોનો અમે વિરોધ કરીએ છીએ, માટે તે શબ્દો અહીં મુકવામાં આવ્યાં નથી)

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch