Sat,16 November 2024,12:57 pm
Print
header

યુક્રેનથી પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે ભૂપેન્દ્ર પટેલે કરી મુલાકાત- Gujarat Post

Russia Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા મિશન ગંગાની શરૂઆત કરી છે. જે અંતર્ગત સ્પેશિયલ ફ્લાઇટમાં ભારતીયોને વતન લાવવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ વતન પરત ફર્યાં છે.

વોલ્વો બસ મારફતે આજે વહેલી સવારે ગુજરાતના વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યાં હતા,તેમના ખબર અંતર પૂછ્યા હતા, યુક્રેનની સ્થિતિ વિષે જાણકારી મેળવી હતી. દરમિયાન શિક્ષણમંત્રી જીતુ વાઘાણી તેમજ અગ્ર સચિવ હૈદર,ગાંધીનગર કલેકટર કુલદીપ આર્ય વગેરે હાજર રહ્યાં હતા.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને લખ્યું, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાત પરત આવેલા યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા વિદ્યાર્થીઓને તેઓના પરિવાર સાથે મળવાનું થયું. તમામ વિદ્યાર્થીઓને  ફ્લાઇટમાં હેમખેમ વતન પરત લાવવા બદલ પીએમ નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બીજી તરફ વિદ્યાર્થીઓ સુરક્ષિત પાછા આવતા તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch