આરોપી શંકર ભુવાની પૂછપરછમાં ભાજપના યુવા નેતાની કરતૂતનો ભાંડો ફૂટ્યો
Gujarat Crime News: ગુજરાતમાં ભાજપના નેતાઓ પક્ષને કાળી ટિલી લગાવવા લાગ્યા છે. એક પછી એક તેમના કારનામાં સામે આવી રહ્યાં છે. એક સમયે શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની ઓળખ ધરાવતી ભારતીય જનતા પાર્ટીને હવે તેના નેતાઓના કારણે શરમજનક સ્થિતિમાં મુકાવું પડી રહ્યું છે. ચાણસ્મા વિસ્તારમાં એક સગીરા ઉપર થયેલા દુષ્કર્મની ચકચારી ઘટનામાં મહેસાણા જિલ્લા ભાજપ યુવા મોરચાના નેતાની સંડોવણી બહાર આવી છે. એટલું જ નહીં, ભુવાની પૂછપરછ આધારે ભાજપ યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
અંદાજે 6 મહિના અગાઉ ભગો ઉર્ફે શંકર ચૌધરી નામના વિકલાંગ ભુવાએ એક કિશોરીને હવશનો શિકાર બનાવી હતી.આ તાંત્રિક ભુવાએ સગીરા સાથેનો અશ્લીલ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ભુવાની આ હરકતને પગલે સગીરાના પિતાએ ચાણસ્મા પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. પરિણામે ભુવાને પોલીસે મહેસાણા તાલુકાના ઉપરચી ગામમાંથી ઝડપી લીધો હતો.
સગીરા દુષ્કર્મ પ્રકરણમાં પાટણ પોલીસે ભુવાની પાપ લીલામાં અન્ય વ્યક્તિની પણ સંડોવણી છે કે કેમ? તેની તપાસનો દોર હાથ ધર્યો હતો. ભુવાની સઘન પૂછપરછ કરતાં મહેસાણા જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીની આ અશ્લિલ કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. આ કારણોસર પોલીસે ગૌરવ ચૌધરીને તેના ઘરમાંથી ઝડપી લીધો હતો.
ખુદ ભાજપના યુવા મોરચાના નેતા ગૌરવ ચૌધરીએ સગીરા પર દુષ્કર્મ આચરનારાં પાખંડી ભુવા શંકર ચૌધરીને અજાણ્યાં સ્થળે સંતાડી રાખ્યો હતો. એટલુ જ નહીં, આરોપી ભુવાનો ફોન ગુમ કરી તેના સંતાડી રાખવા સાથે સાથે તેના જમવા અને રહેવાની વ્યવસ્થા પણ ગૌરવ ચૌધરીએ કરી હતી. પોલીસે ભુવા અને ભાજપના નેતા બંનેના મોબાઈલ પણ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હાલમાં સી.આર.પાટીલ સાથે ગૌરવ ચૌધરીના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અદાણીને બીજો જોરદાર ઝટકો, અમેરિકાની કાર્યવાહી બાદ કેન્યાએ પણ કરોડો ડોલરનો પ્રોજેક્ટ રદ્દ કર્યો | 2024-11-21 20:34:09
યુક્રેન પર રશિયાનો જોરદાર હુમલો, પહેલી વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છોડી | 2024-11-21 19:37:55
રાજકોટમાં BAPS મંદિરને પીજીવીસીએલે ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો | 2024-11-21 19:22:27
ACB ટ્રેપઃ ભાવનગરના આ પોલીસકર્મી 50 હજાર રૂપિયાની લાંચના છટકામાં ફસાયા | 2024-11-21 18:49:11
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પેસેન્જર વાહન પર હુમલો, 39 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-21 18:38:33
રૂ.1 કરોડની છેતરપિંડી.. અમદાવાદમાં સાયબર ડિજિટલ અરેસ્ટમાં બિલ્ડર ફસાયા | 2024-11-21 15:25:35
અમદાવાદમાં સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું, દાણીલીમડામાંથી 1.23 કિલો એમડી ડ્રગ્સ જપ્ત- Gujarat Post | 2024-11-21 13:11:15
છોટાઉદેપુરમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ACB ના હાથે લાંચ લેતા ઝડપાયા | 2024-11-20 15:28:56
સુરેન્દ્રનગર પાટડીમાં જુગારનો અડ્ડો પકડાયા બાદ પીઆઇ સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ | 2024-11-20 08:49:52
યુવરાજસિંહ જાડેજાનો ધડાકો, દાહોદમાં ધારાસભ્યના પિતાએ નોકરી માટે માંગ્યા રૂપિયા 17 લાખ ! | 2024-11-20 08:34:12
ભગવાનના દરબારમાં મળ્યું મોત, વલસાડમાં શિવલિંગને જળ ચઢાવતા વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક | 2024-11-19 17:28:05