Fri,01 November 2024,12:48 pm
Print
header

ગુજરાત ચૂંટણીઃ પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન, 788 ઉમેદવારોનું ભાવિ EVM માં થશે કેદ

(તસવીર સૌજન્યઃ એએનઆઈ)

પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓની 89 બેઠકો પર મતદાન

2.39 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારથી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 2.39 કરોડ મતદાતાઓ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરાશે.પ્રથમ તબક્કામાં 5.74 લાખ મતદારો પ્રથમ વખત મતાધિકારાનો ઉપયોગ કરશે. 90 વર્ષથી વધુ વયના 4945 મતદારો અને 161 એનઆરઆઈ મતદારો પણ નોંધાયા છે.

પ્રથમ તબક્કાની 89 બેઠકોમાં જ્યાં મતદાન થઈ રહ્યું  છે, તેમાંથી 2017ની ચૂંટણીમાં ભાજપે 48 જ્યારે કોંગ્રેસે 40 બેઠકો પર વિજય મેળવ્યો હતો. એક બેઠક અપક્ષે જીતી હતી. ભાજપ - કોંગ્રેસ દ્વારા તમામ 89 બેઠકો પર અને આમ આદમી પાર્ટીએ 88 બેઠકો પર ઉમેદવારો ઉતર્યાં છે. આમ આદમી પાર્ટીએ 89 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. પરંતુ 'આપ' ના સુરત પૂર્વના ઉમેદવારે નાટયાત્મક રીતે નામ પરત ખેંચી લીધું હતું.ઉપરાંત કચ્છની અબડાસા બેઠકના 'આપ' ના ઉમેદવારે તાજેતરમાં જ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો તમામ પક્ષો માટે મહત્વની પુરવાર થશે. આ તમામ બેઠકો પર બધી જ પાર્ટીઓએ જોરદાર પ્રચાર કર્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch