Fri,01 November 2024,11:03 am
Print
header

આપની રેલીઓમાં લોકો આવ્યાં પણ વોટ ન આપ્યાં, 128 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ

આપના મોટા માથા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયાની હાર થઈ

12.9 ટકા વોટ શેર મેળવીને આપ બની નેશનલ પાર્ટી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતીને ઈતિહાસ રચી દીધો છે. વોટશેર પર 52 ટકાથી વધુ રહ્યો છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સાથ ભાજપને મળ્યો હોય તેમ કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. માત્ર 17 બેઠકો મેળવનારી કોંગ્રેસની દુર્દશા થઇ છે.

ચૂંટણીમાં મોટો ફટકો કેજરીવાલની આમ આદમી પાર્ટીને પડ્યો છે. 182 બેઠકો પર ઉમેદવારો ઉતારીને જીતીને ગુજરાતમાં સરકાર બનાવવાનું સપનું જોઈ રહેલી આમ આદમી પાર્ટી ભાજપની આંધીમાં એવી તો ઉડી ગઈ કે વર્ષો સુધી ઊભી થાય તેવી હાલતમાં રહી નથી. ગુજરાતમાં ભાજપની આંધીમાં 128 ઉમેદવારોને કમરતોડ ફટકો પડ્યો હતો અને થોડા ઘણા વોટ મેળવવાની વાત તો બાજુએ રહી પરંતુ તેમને ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે. બહુ જ ઓછા મતો મળવા તેમની આ સ્થિતી થઇ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 52.5 ટકા વોટ શેર અને 156 સીટ મેળવીને ઇતિહાસ રચ્યો છે. આમ આદમી પાર્ટી 5 બેઠકો મેળવીને કુલ 12.9 ટકા વોટ મેળવીને રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. 27.3 ટકા વોટ શેર સાથે કોંગ્રેસ ફક્ત 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે,ચોંકાવનારી વાત એ છે કે તેના 44 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch