Fri,20 September 2024,6:22 pm
Print
header

ગુજરાતમાં નકલીની ભરમાર....હવે ધારાસભ્યનો નકલી પીએ બનીને રોલો પાડતો શખ્સ પણ ઝડપાયો- Gujarat Post

જૂનાગઢઃ મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકાની ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં રાજ્યમાં ધારાસભ્યના નકલી પીએનો  મામલો પ્રકાશમાં આવ્યો છે. જૂનાગઢમાં એક વ્યક્તિ કારમાં એમએલએનું બોર્ડ મારીને રૌફ જમાવતો હતો અને પોતે રાજ્ય મંત્રીનો પીએ હોવાનું કહેતા ઈસમની પોલીસે ધરપકડ કરી છે.

મેંદરડાનો 63 વર્ષીય રાકેશ જાદવ તેની કારમાં એમએલએનું બોર્ડ મારીને ફરતો હતો અને પરષોત્તમ સોલંકીના અંગત તરીકેની ઓળખ આપીને રૌફ જમાવતો હતો. તેની કારમાંથી રાજ્યકક્ષા મંત્રીના પીએ હોવાના વીઝિટિંગ કાર્ડ મળી આવ્યાં હતા.આરોપીએ ભૂતકાળમાં ધોરાજી અને ગોંડલમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરી હોવાની વિગતો પણ સામે આવી છે.ઉપરાંત લીલી પરિક્રમમાં પણ મંત્રીના પીએ તરીકેની ઓળખ આપી બાઇક સાથે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાતમાં નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ ઓફિસર પકડાયા બાદ નકલી ધારાસભ્યનો પીએ પકડાતા કોંગ્રેસના નેતાઓ પ્રહાર કરી રહ્યાં છે. અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ગુજરાત સરકારમાં નકલીની બોલબાલા ચીનને પણ પાછળ છોડી દેશે.

અમિત ચાવડાએ કહ્યું, ગુજરાતમાં નકલીઓને છૂટોદોર, બધા જ નકલીકાંડના તાર કમલમ સાથે જ કેમ જોડાયેલા હોય છે ? ગુજરાતની પ્રજા લૂંટાઈ રહી છે, છેતરાઈ રહી છે ને સરકાર મૂકપ્રેક્ષક બની જોઈ કેમ રહી છે ?

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch