Thu,21 November 2024,4:25 pm
Print
header

મોડી રાત્રે ગુજરાતની જેલોમાં ચેકિંગ, ગાંજો અને અન્ય વસ્તુઓ કરાઇ જપ્ત- Gujarat Post

અમદાવાદઃ ગુજરાત પોલીસ દ્વારા રાજયની તમામ જેલોમાં ગત રાતથી ચેકિંગ ચાલી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ આ કાર્યવાહી કરાઇ છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા ગૃહ ખાતાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી, ત્યાર બાદ આ દરોડાની કાર્યવાહી કરાઇ હતી, પોલીસ ભવનમાં ત્રિનેત્ર દ્વારા ચેકીંગની કાર્યવાહીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.

પોલીસ દ્વારા રાજ્યની તમામ 17 જેલોમાં (જીલ્લા જેલ, સબ જેલ ખાસ જેલ,) કુલ-1700 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓના કાફલા સાથે ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી. આ ચેકીંગ દરમિયાન ગાંજાના પેકેટ, તમાકું અને અન્ય વાંધાજનક વસ્તુઓ મળી છે.

આ મેગા સર્ચ ઓપરેશનને કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરાશે.પળે પળની માહિતી મુખ્યમંત્રી પણ મેળવી રહ્યાં છે. થોડા દિવસ અગાઉ ગૃહ રાજ્યમંત્રીએ જેલની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ હવે આ ઓપરેશન શરૂ કરાયું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch