Fri,25 October 2024,10:51 pm
Print
header

Gujarat Politics: વાવ પેટા ચૂંટણીમાં ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ, ઉમેદવારોના નામ પર નજર- Gujarat Post

Vav Assembly by polls: વાવ વિધાનસભા પેટા-ચૂંટણીમાં ઉમેદવારોના નામને લઈ હજુ સુધી સસ્પેન્સ છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે પરંતુ હજુ સુધી એક પણ પક્ષે ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. છેલ્લી ઘડીએ નામ જાહેર કરીને ફોર્મ ભરવામાં આવશે. ત્યારે આજે બંને પક્ષના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવશે.

વાવ વિધાનસભા ચૂંટણીને લઇ હાઇકમાન્ડ દ્વારા 4 દાવેદારોને ફોર્મ ભરવા માટે જણાવવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશી રબારી, કે પી ગઢવી અને ભાવાજી ઠાકોરને ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. જેના નામે મેન્ડેડ આવે તેને સમર્થન આપવાની સૂચના આપવામાં આવી છે.

ભાજપમાં પણ ફોર્મ ભરવાના સમયે મેન્ડેડ આવે તેવી સંભાવના સૂત્રો જણાવી રહ્યાં છે. ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, લાલજી પટેલ, રજનીશ પટેલ, ગજેન્દ્ર સિંહ રાણા, પિરાજી ઠાકોર, મુકેશ ઠાકોર, ધનજીભાઈ ગોહિલ, અમીરામ આંસલ અને ખેમાજી ઠાકોર ટિકિટ માટે રેસમાં છે. ત્યારે ભાજપ કોંગ્રેસ માંથી કોણ ઉમેદવાર તરીકે આવે છે તેના ઉપર હાલ સૌની નજર મંડાયેલી છે.

આ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સતત 2017થી ચૂંટણી જીતતા આવ્યાં છે, ગેનીબેન સાંસદ બન્યા બાદ કોગ્રેસ આ સિલસિલાને યથાવત રાખવાનો પ્રયાસ કરશે. વાવ પેટા ચૂંટણીનું 13 નવેમ્બરે મતાદન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch