Statue of Unity: થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને ભારે પવનને કારણે નુકસાન થયું હતુ, જેનાથી મહારાષ્ટ્રમાં રાજકારણનું તોફાન હજુ શમ્યું નથી, આ બધાની વચ્ચે હવે ગુજરાતના નર્મદામાં બનેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસવીર વાયરલ થઈ રહી છે. આ પ્રતિમા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની છે. વાયરલ તસવીરમાં પ્રતિમાના પગ પાસે કેટલાક ગાબડાં દેખાય છે. તસવીર શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 'તિરાડો' દેખાવા લાગી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને Facebook પર ઘણા યુઝર્સે ફોટો શેર કર્યા છે. આ યુઝર્સનો દાવો છે કે પ્રતિમા 'કોઈપણ સમયે પડી શકે છે'. 'Raga for India' નામના યુઝરે X પર લખ્યું, "તે ગમે ત્યારે પડી શકે છે. તિરાડો પડવા લાગી. આ પોસ્ટને 7 લાખથી વધુ વ્યૂઝ મળ્યાં છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 'તિરાડો' દેખાવાનું શરૂ થઈ ગયું છે અને તે 'કોઈપણ સમયે તૂટી શકે છે' એવો દાવો કર્યા પછી પોલીસે એક અજાણી વ્યક્તિ સામે કેસ નોંધ્યો છે. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ રૂપે નર્મદા જિલ્લાના કેવડિયામાં બનાવવામાં આવેલી 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી એરિયા ડેવલપમેન્ટના યુનિટ-1નું મુખ્ય પ્રવાસી આકર્ષણ છે અને કલેક્ટર અભિષેક રંજન સિંહાની ફરિયાદને આધારે ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી FIR નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે આવા ખોટા સમાચાર ફેલાવીને લોકોમાં ભય પેદા કરવાનો અને શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘઘાટન કરાયેલી આ પ્રતિમાને જોવા માટે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડે છે. ત્યારે તિરાડના અહેવાલ ખોટા છે અને તમે પણ આવા કોઇ અહેવાલને વાઇરલ કરતા નહીં.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
છોટાઉદેપુરમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયા | 2024-11-20 15:28:56
Surat માં આધેડે ગુદા માર્ગમાં નાંખી દીધી પ્લાસ્ટિકની બોટલ અને પછી.... | 2024-11-20 11:40:24
સુરેન્દ્રનગર પાટડીમાં જુગારનો અડ્ડો પકડાયા બાદ પીઆઇ સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ | 2024-11-20 08:49:52
યુવરાજસિંહ જાડેજાનો ધડાકો, દાહોદમાં ધારાસભ્યના પિતાએ નોકરી માટે માંગ્યા રૂપિયા 17 લાખ ! | 2024-11-20 08:34:12
સુરતમાં ઝોલા છાપ ડોક્ટરોએ ખોલી મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, પોલીસે કરી કાર્યવાહી | 2024-11-19 17:42:55
Fack Check: મોહમ્મદ યુનુસે ડોનાલ્ડ ટ્રમ્પને નથી કહ્યાં મસીહા, વાયરલ થયેલો પત્ર નકલી છે | 2024-11-08 09:54:06
Fact Check: સિંહણનો આ વાયરલ વીડિયો ગુજરાતનો છેે, રાજસ્થાનના નામે વાઇરલ થઇ રહેલી પોસ્ટ પર વિશ્વાસ ન કરતા | 2024-10-26 10:43:26
Fact Check: સ્વ.રતન ટાટાએ ભારતીય સેનાને 2500 બુલેટપ્રૂફ કાર દાનમાં આપી હોવાનો દાવો, જાણો સત્ય | 2024-10-15 09:53:15
Fact Check: રામગીરી મહારાજની ટીકા કરતો વિરાટ કોહલીનો આ વાયરલ વીડિયો નકલી છે, તમે પણ ન કરતા શેર | 2024-09-29 10:01:23
Fact Check: ટોચના કમાન્ડરના મોત પર હિઝબુલ્લાહ ચીફ નસરુલ્લાહ રડી પડ્યાં હોવાનો દાવો ? જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2024-09-27 09:48:39