Sat,21 September 2024,3:16 am
Print
header

રાજ્યમાં 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, ભરૂચમાં નર્મદાના પાણી ફરી વળ્યાં, અમદાવાદ-મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો

રાજ્યમાં ગોધરા અને શહેરામાં સાડા નવ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

વરસાદની આગાહીને પગલે 5 જિલ્લાઓમાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી

અમદાવાદઃ ચોમાસું ભાદરવો ભરપૂર...કહેવતના સાર્થક કરતું હોય તેમ ગુજરાતને ધમરોળી રહ્યું છે.બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જે પૈકી 100 તાલુકાઓમાં 1 થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગોધરા અને શહેરામાં સાડા નવ ઈંચ, વીરપુરમાં સવા નવ ઈંચ, તલોદ, બાયડ અને ધનસુરામાં આઠ-આઠ ઈંચ વરસાદ પડ્યો છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને આજે નર્મદા, દાહોદ, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલમાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભરૂચ અને વડોદરા જિલ્લામાં નદી કાંઠા વિસ્તારોમાં આવતી સ્કૂલોમાં રજા આપવામાં આવી છે.ભરૂચમાં નર્મદા નદીનું સ્તર 40 ફૂટને પાર કરી જતાં અનેક સોસાયટીમાં પાણી ફરી વળ્યાં છે. ઉપરવાસમાં પાણીના ભારે આવકથી સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને પહોંચી 138.68 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ સાત લાખ 15 હજાર 327 ક્યુસેક પાણીની આવક સામે સાત લાખ 14 હજાર 747 ક્યુસેક પાણીની જાવક છે.

રાજ્યના પાંચ જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ખેડા,અરવલ્લી, મહીસાગર,પંચમહાલ, દાહોદનો સમાવેશ થાય છે. સાત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરાનો સમાવેશ થાય છે.

વરસાદને પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો છે. નર્મદાની ભયજનક સપાટીને લઈને રેલવેએ મોટો નિર્ણય લીધો છે. જે મુજબ અમદાવાદ-મુંબઈને સાંકળતી 17 ટ્રેનો રદ્દ કરાઈ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch