(Photo: @Indiametdept)
મધ્ય મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં પડશે ભારે વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધીમાં 128.24 ટકા વરસાદ વરસી ચૂક્યો છે
128 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે
Gujarat Weather: ભાદરવો મહિનો હવે વિદાય તરફ છે ત્યારે રાજ્યમાં ફરી એક વખત ચોમાસાએ જમાવટ કરી છે. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ક્યારેક મોટા છાંટાએ તો ક્યારેક ધીમી ધીરે વરસાદ આવી રહ્યો છે. જેને લઈ હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વહેલી સવારથી શહેરના એસજી હાઈવે, બોપલ, સરખેજ, શિવરંજની, નવા વાડજ, બાપુનગર, નિકોલ, હીરાવાડી, નરોડા, મણિનગર, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. સોનગઢમાં 6.25 છ ઈંચ, જૂનાગઠના વિસાવદરમાં 6 ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ 6 ઈંચ વરસાદ નોંધાયો છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરાયું છે. જેમાં આજે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. જ્યારે આવતીકાલે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ અને ડાંગ, નવસારી તથા ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે 29 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, નવસારી, તાપી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Breaking news: અમદાવાદમાં CBI નો મોટો કાફલો ઉતર્યો, કોલ સેન્ટરને લઇને અનેક જગ્યાએ ઓપરેશન | 2024-09-27 13:46:27
Surat: અમેરિકાની આવેલી ડોક્ટર યુવતીને સોશિયલ મીડિયા પર મિત્રતા ભારે પડી, યુવકે ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને રૂ. 1.89 કરોડ પડાવ્યાં | 2024-09-27 10:51:12
Politics: પંજાબમાં ભાજપને મોટો ફટકો, સુનીલ જાખડે પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું- Gujarat Post | 2024-09-27 10:49:07
Israel Vs Hezbollah: હું હિઝબુલ્લાહનો નાશ કરી નાખીશ, નૈતન્યાહુએ યુએસની પણ કરી અવગણના | 2024-09-27 09:26:23
સુરતમાં PSI 1,00,000 રૂપિયાની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, જાણો વધુ વિગતો | 2024-09-26 12:02:25
કોલકાતા ડોક્ટર દુષ્કર્મ-હત્યા મુદ્દે પોસ્ટ કરનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદની સનસનીખેજ ઘટના પર ક્યારે બોલશે ? Gujarat Post | 2024-09-26 10:47:03
એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નવા બોઇંગ જેટને મુંબઇમાં ન મળ્યું પાર્કિંગ, 5 દિવસથી જેટ અમદાવાદ એરપોર્ટ પર પાર્ક કરાયું છે | 2024-09-25 19:56:59
અમદાવાદની ફ્લોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલક નરેશ પટેલે કરી આત્મહત્યા, 18 પાનાની સ્યૂસાઇડ નોટ મળી | 2024-09-25 17:46:46
ક્ષત્રિય મહાસંમેલનમાં બબાલ, રૂપાલા સામે સૌથી વધુ લડેલા પદ્મીની બા વાળાએ આગેવાનોને લીધા આડેહાથ | 2024-09-20 17:52:04